જો બિલાડી અને ગાય રસ્તામાં મળે અને આવું કરે તો શું થાય || સંસ્કારની વાતો

જો બિલાડી અને ગાય રસ્તામાં મળે અને આવું કરે તો શું થાય || સંસ્કારની વાતો

કુદરત એક એવી વસ્તુ છે કે જે કોઈનું અહિત નથી કરતી. જો તમે એમ માનતા હોય કે મારી સાથે સારું ન થયું તો તેમાં દોષ કુદરતનો નહિ પણ તમારો વિશેષ છે. કુદરતની એક ખૂબી છે કે તે તમને હમેંશા આવનારા સમય અંગે સંકેત આપે છે. તમે એ ન સમજો અને આગળ વધો તો તેમાં દોષ તમારો જ છે. પછી તમારે વેંઠવું પડે છે. આજના જમાનામાં લોકો શાસ્ત્રોમાં માનતા નથી. પણ એ વર્ષોના અભ્યાસ પછી ચોક્કસ ઘટનાઓના બનવાને પગલે રચવામાં આવેલા છે. આથી તે શાસ્ત્રો ઓછા અને વિજ્ઞાન વધારે હોય છે. જો તમે તેમાં થોડો પણ રસ દાખવશો. અને તેના અભ્યાસ કરીને કાર્ય કરશો તો તમે વધું સુખી થશો. પણ અભ્યાસ કરીને કરવાથી દુઃખી તો નહિં જ થાવ.

તમે જ્યારે કઈં પણ કરવા વિચારતા હોય ત્યારે પ્રકૃતિ તમને સંદેશ આપે છે. તેના શુભાશુભ વિશે તમારી જાણકારી હોવી જરૂરી છે. પ્રકૃત્તિ એક એવું તત્ત્વ છે જે શાશ્વત છે. તેનામાં તમારા શુભ- અશુભ વિશેની માહિતી બહું જ ઝડપથી ગ્રાહ્ય કરી લેવામાં આવે છે. એટલું જ નહિ તેના દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે.

જાણો શુકન અને અપશુકન વિશે

જે ઘરમાં બિલાડીઓ સવારમાંજ લડતી જોવા મળે ત્યાં ઝડપથી વિઘટન થવાની શક્યતા રહે છે. એ ઘરમાં વિવાદ અને ક્લેશ પેદા થાય છે. મતભેદ સર્જાતા અણબનાવ પણ સર્જાતા હોય છે.જે ઘરના દ્વાર પર આવીને ગાય જોર જોરથી ભાંભરે તો નિશ્રિત રીતે તે ઘરમાં સુખમાં વૃદ્ધિ થાય છે.ઘરની સામે કોઈ કૂતરો ઘર સામે મુખ રાથીને રડે તો નિશ્રિત રીતે ઘરમાંથી કોઈની વિદાય ક કેટલાંક સંજોગોમાં ઘર પર વિશેષ આપત્તિ આવતી હોય છે.ઘરમાં જો ચામાચીડિયું ઘૂસી આવે તો ઘરની મુખ્ય કમાનારી વ્યક્તિને નોકરી કે ધંધામાં ટેન્શન આવે છે.ઘરમાં લાલ કીડીઓનું દેખાવું એ ઉપાધિઓમાં વધારો કરનારું નિવડે છે.

ઘરમાં કાળી કીડીઓનું દેખાવું એ ઐશ્વર્ય, ધનધાન્ય અને સુખ લાવનારું નિવડે છે પણ આમછતાં ઘરમાં મતભેદ જોવા મળે છે.ઘરમાં મધપૂડો લાગવો સુખ આવવાની નિશાની છે.ઘરમાં કુદરતી રીતે કબૂતરનું આવવું સુખ શાંતિ લાવનારું નિવડે છે.ઘરમાં કરોળિયાના જાળા સ્વાસ્થ્ય બગાડે છે અને ક્યારેય ઠીક ન થાય તેવા રોગો લાવે છે. ઘર પૈસે ટકે ખુવાર થવા છતાં સ્વાસ્થ્ય સુધરતું નથી.

ઘરમાં કે ઘર આંગણમાં મોરનું રહેવું શુભ નિવડે છે.ઘર પર સમડીનું ફરવું કે દેખાવું એ શુભ છે.ઘર પર ચીબરીનું દેખાવું કે બોલવું શુભ અને અશુભ બંને હોય છે. જો ચીબરી શાંત સ્વરે બોલે તો શુભ થાય છે. જો ચીબરી કર્કશ અવાજે બોલે તો અશુભ થાય છે.

ઘરમાં દેવીના દર્શન થવા શુભ નિવડે છે. ઘરમાં ગુરુના દર્શન થવા શુભ નિવડે છે. ઘરમાં પિતૃના દર્શન થવા અશુભ નિવડે છે.કોઈ ખાસ વિચાર કરતા હોય અને કુંભાર માટલા લઈને નિકળે તો તે શુભ નિવડે છે.જો ઉઠીને બહાર નજર કરતાં જ ઝાડૂ વાળો દેખાય કે ઘર બહાર નિકળો અને ઝાડૂ વાળો દેખાય કે સામો મળે તો પણ દિવસ શુભ રહે છે. કાર્યસિદ્ધિ થાય છે. કોઈ સૌભાગ્યવતી સ્ત્રી અનાયાશે ઘરમાં પ્રવેશે તો કે આકસ્મિક આવી ચડે તો શુભ થાય છે.જો કોઈ પણ કારણસર ઉંધ ન આવે અને જીવ બળ્યા રાખે તો અશુભ ફળ મળે છે.જો ઘરમાં પીળો વિંછી નિકળે કે દેખાય તો ઘરમાં લક્ષ્મી આવે છે.જો ઘરમાં કુદરતી રીતે જ બિલાડી આવે અને શાંતિથી રહ્યા પછી જતી રહે તો ઘરમાં લક્ષ્મી આવે છે.

જે ઘર બહાર બિલાડી સવારે આવીને વિષ્ટા કરીને જતી રહે ત્યાં પછી અશુભ નથી થતું.ઘરમાં ચામાચીડિયાનો વાસ અશુભ અને નકારાત્મક શક્તિઓ હાવી હોવાનો સંકેત આપે છે.ઘરમાં કે ઘર બહાર છછૂંદરોનું દેખાવું કે ફરવું શુભ નિવડે છે.ઘર બહાર નિકળતા હાથી દેખાય તો પણ તે શુભ સંકેત છે. તે ઉન્નતિ અને શુભ થવાનું સૂચક છે.જે ઘરમાં ઉંદરોનો રહેતા હોય કે આવતા હોય ત્યાં ઉપાધિઓ અચાનક જ આવી જતી હોય છે.

જો ઘરમાં કે ઘર બહાર કોયલ કે બુલબુલનો અવાજ સાંભળવા મળે તો દિવસ શુભ રહે છે. લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.જો કોઈ પક્ષી ઘાયલ થઈને પડે અને તેને બચાવી લેવામા આવે તો તે શુભ નિવડે છે.જો ઘર ઉપર કે ઘર આસપાસ ઘુવડ તીવ્ર અવાજ કરે તો તો ચિંતા લાવનારું નિવડે છે. જો ટિંટોડી બોલે તો શાંતિ આપે છે પણ ખર્ચ વધારે છે.જો ઘર બહાર કે રસ્તે જતાં ઘોડો જોવા મળે તો શુભ નિવડે છે. લાભ થાય છે.

જો ઘરની અટારીએથી કે બહાર ગયા હોય ત્યાં પક્ષીઓ એકમેકમાં ખોવાયેલા જોવા મળે તો પતિપત્ની વચ્ચે પ્રેમ વધવાના સંકેત આપે છે.જો દરવાજો કે બારી ખોલતા જ પહેલી નજર ઉગતા સૂરજ પર પડે તો દિવસ શુભ નિવડે છે. માનસન્માન અને પદપ્રાપ્તિના યોગ બનાવે છે.

જો બહાર નિકળો અને તરત જ લીલા શાકભાજી સામે આવતા દેખાય કે ફ્રૂટ લઈને આવતો ફેરિયો દેખાય તો તે સારા શુકન છે.જો પ્રકૃતિમાં રંગો દેખાય કે આકાશમાં રંગો દેખાય તો ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. જો બહાર નિકળતા વેંત નાના ટાબરિયાઓ ઘેરી વળે તો શુભ નિવડે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *