શું તમે જાણો છો કે એવી કઈ વસ્તુ છે જેનું દાન ન કરવું જોઈએ. જેનું દાન કરવાથી તમારું નસીબ સૌભાગ્યમાંથી દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. તો ચાલો આપણે એવી વસ્તુઓ વિશે જાણીએ જેનું દાન ક્યારેય ના કરવું જોઈએ.દરેક ધર્મમાં દાન આપવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. કહેવાય છે કે, દાનથી મોટો કોઈ ધર્મ નથી.
દાન કરવાથી મનુષ્યના પાપ ઓછા થાય છે અને સત્કર્મમાં વધારો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એવી કઈ વસ્તુ છે જેનું દાન ન કરવું જોઈએ. જેનું દાન કરવાથી તમારું નસીબ સૌભાગ્યમાંથી દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. તો ચાલો આપણે એવી વસ્તુઓ વિશે જાણીએ જેનું દાન ક્યારેય ના કરવું જોઈએ.
1) સ્ટીલ ના વાસણ :ઘણા લોકો એવા છે કે જેઓ ગરીબોને નવા કે જુના વાસણો દાન કરે છે, તે સ્ટીલના વાસણો પણ હોઈ શકે છે.જો કે, સ્ટીલના વાસણો દાન કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે.
2) સાવરણી :શાસ્ત્રો અનુસાર કોઈને દાનમાં સાવરણી ન આપવી જોઈએ. સાવરણી દાન કરવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે.
3) વપરાયેલ કપડાં :કેટલાક લોકો તેમના જૂના કપડાં દાન કરે છે, જેનો તેઓએ ઘણી વખત ઉપયોગ કરેલો હોય છે. એટલે કે તેમના પહેરવામાં આવેલા કપડા. જુના વસ્ત્રોનું દાન કરવું પણ એક મોટુ અપશુકન માનવામાં આવે છે.
4) બગડેલું અને વપરાયેલ તેલ :એવું કહેવામાં આવે છે કે તેલનું દાન કરવાથી ઘરમાં શાંતિ મળે છે. પરંતુ જો તમે ગંદુ અથવા વપરાયેલા તેલનું દાન કરો છો, તો તમારે ઘણી અશાંતિનો સામનો કરવો પડી શકે છે.
5) વાસી ખોરાક :ઘણા લોકો અનાજનું દાન પણ કરે છે જે ખૂબ જ સારી બાબત છે, પરંતુ વાસી ખોરાકનું દાન કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે. ગરીબ અને મજબૂર લોકોને ક્યારેય વાસી ખોરાકનું દાન ન કરવું જોઈએ.
6) તીક્ષ્ણ વસ્તુ :છરી, તલવાર, કાતર વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ હાનિકારક માનવામાં આવે છે. આવી વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરની ખુશી અને શાંતિ દૂર થાય છે.આ સિવાય બીજી ઘણી વસ્તુઓ છે જેમ કે લોખંડ, લાકડું, જેને આપણે દાન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરીને, તમે તમારું બધું બરબાદ કરી શકો છો.