ભારતીય જવાનોએ કર્યો તાલિબાનનો સામનો,56 કલાક ન ખાધું, ન સૂતા, પાંચમા પ્રયાસે વિમાન સુધી પહોંચ્યા

ભારતીય જવાનોએ કર્યો તાલિબાનનો સામનો,56 કલાક ન ખાધું, ન સૂતા,  પાંચમા પ્રયાસે વિમાન સુધી પહોંચ્યા

અફઘાનિસ્તાનથી 150 ભારતીયોને લાવનારા આઇટીબીપીના કમાન્ડન્ટ રવિકાંત ગૌતમે સં-ઘર્ષની દાસ્તાન વર્ણવી… શું-શું થયું, કેવી રીતે તાલિબાન સાથે ઝપાઝપી થઈ, શ્વાસ અટક્યા…તેમના શબ્દોમાં વાંચો:

ભારતીય દૂતાવાસમાં 15 ઓગસ્ટની સવારે 9 વાગ્યે સ્વતંત્રતા દિવસ મનાવાયો જ હતો એટલામાં વિસ્ફોટના અવાજ સંભળાવા લાગ્યા. તાલિબાનો અમારાથી માત્ર 50 મી. દૂર હતા. અમને ખબર હતી કે તેઓ કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. અમારાં 2 વિમાન કાબુલ એરબેઝ પર હતાં. અમે 46 લોકોની પ્રથમ ટુકડી દૂતાવાસથી એરપોર્ટ સુરક્ષિત રીતે પહોંચાડી દીધી, પણ બીજી ટુકડી માટે અમારે ભારતીયોને શહેરનાં જુદાં-જુદાં સ્થળોએથી લિફ્ટ કરવા પડ્યા. બીજી ટુકડીમાં હું, રાજદૂત, 99 કમાન્ડો, 3 મહિલા અને દૂતાવાસનો સ્ટાફ સામેલ હતા. અમે 15 ઓગસ્ટની સાંજે જ એરપોર્ટ જવા નીકળ્યા, પણ ન પહોંચી શક્યા.

એક ચેક પોઇન્ટ પર તો હ-થિ-યા-ર-બં-ધ જૂથ સાથે ઝપાઝપી થઇ ગઇ. તેમણે હ-વામાં ફા-ય-રિં-ગ કર્યું, રોકેટ લૉ-ન્ચર કાઢ્યાં. અમે પણ હ-થિ-યા-રો તાણ્યાં. લાગ્યું કે આજે તો શ-હી-દ થઇશું કે એરબેઝ પર પહોંચીશું પણ થોડી વાર પછી સ્થિતિ બદલાઇ. અમે પણ વલણ બદલ્યું. અમારે લ-ડા-ઇ નહોતી લ-ડ-વા-ની, આપણા લોકોને હેમખેમ લાવવાના હતા. લ-ડા-ઇ થઇ હોત તો જા-ન-હા-નિ થઇ હોત. પછી અમે દૂતાવાસ ખાતે પાછા આવી ગયા. 16 ઓગસ્ટની સાંજ સુધીમાં 4 વખત નીકળવાનો પ્રયાસ કર્યો પણ દરેક જગ્યાએ હ-થિ-યા-રધારી તા-લિ-બા-નો હતો. દૂતાવાસથી એરપોર્ટ 15 કિ.મી. દૂર છે. છેવટે નક્કી કરી લીધું કે જે થશે એ જોયું જશે.

રાત્રે 10.30 વાગ્યે ફરી એરબેઝ માટે રવાના થયા. હ-થિ-યા-ર-ધા-રીઓને થાપ આપતાં મોડી રાત્રે 3.30 વાગ્યે એરબેઝ પર પહોંચ્યા ત્યારે રા-હતનો શ્વાસ લીધો. આપણા સી-17 વિમાને સવારે 5.30 વાગ્યે ઉડાન ભરી અને સવારે 11.15 વાગ્યે ગુજરાતમાં લેન્ડિંગ કર્યું. ત્યાં અમારું જોરદાર સ્વાગત થયું. એ પછી અમને હિન્દન એરબેઝ લઇ જવાયા. 56 કલાકના આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ સૂતું નહોતું કે કોઈએ કંઈ ખાધું પણ નહોતું.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *