તમે અનેક વખત ભરેલા મરચા ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય ભરેલા ભાવનગરી મરચા ટ્રાય કર્યા છે જો ના તો આજે અમે તમારા માટે ભરેલા મરચાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની શકે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભરેલા ભાવનગરી મરચા…
સામગ્રી
10-12 – ભાવગનરી મરચાં
1/2 કપ – પલાળેલી મગની મોગર દાળ
1 ચપટી – હળદર
2 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું
1 ચપટી – હિંગ
1/2 કપ -ડુંગળી સમારેલી
2 ચમચી – આદું-મરચાની પેસ્ટ
1/2 ચમચી – જીરું
1/2 બાઉલ – તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ મરચાંને ધોઈને તેમાં કાપા કરી લો. ત્યારબાદ મરચામાં ભરવાના મસાલાની તૈયારી કરો. તેના માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો.જ્યારે જીરું લાલ થાય એટલે તેમાં ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ અને હળદર નાખીને સાંતળો. ડુંગળી અધકચરી ચઢી જાય એટલે તેમાં પલાળેલી મગની દાળ ઉમેરીને બરાબર મિક્સ કરો.પછી તેમાં થોડું પાણી ઉમેરીને મગની દાળને ચઢવા દો. આમ, મગની દાળ ચઢી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો. હવે ગેસ બંધ કરીને કોથમીર ઉમેરીને એકબાજુ પર થોડું ઠંડુ થવા દો.હવે તૈયાર કરેલા પૂરણને મરચામાં ભરો. ત્યારબાદ વઘાર માટેની તૈયારી કરો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં ભરેલાં મરચાં નાખીને થોડી વાર માટે સાંતળો. પછી તેને ધીમા તાપે ચઢવા દો. બધાં જ મરચાં લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ચઢવા દો. તૌ તૈયાર છે સ્વાદિષ્ટ ‘ભરેલાં ભાવનગરી મરચાં’.