ભારતનો એક કિલ્લો – જે દરિયા વચ્ચે 350 વર્ષથી છે, છતાં તેની અંદર તળાવનું પાણી મીઠું છે..જાણો કારણ

Posted by

ભારતમાં એવા પ્રાચીન કિલ્લા છે, જેમાં પોતાની અંદર ઘણા રહસ્ય સમાયેલા છે. એક એવો જ કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના છેડાના ગામ મરુંદમાં આવેલો છે, જેને મરુદ જંજીરા કિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. દરિયાની સપાટીથી ૯૦ ફૂટની ઊંચાઈ ઉપર બનેલા આ કિલ્લાની ખાસિયત એ છે કે તે દરિયા વચ્ચે (અરબી સમુદ્રમાં) બનેલો છે.

મુરુદ જંજીરા કિલ્લો ભારતના પશ્ચિમી કાંઠાનો એક માત્ર એવો કિલ્લો છે, જે ક્યારે પણ જીતી નથી શકાતો. કહેવાય છે કે બ્રિટીશ, પુર્તગાલી, મુગલ, શિવાજી મહારાજ, કાન્હોજી આગ્રે, ચીમ્પાજી અપ્પા અને સંભાજી મહારાજે આ કિલ્લાને જીતવા ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાંથી કોઈને પણ સફળતા મળી શકી ન હતી. એ કારણ છે કે ૩૫૦ વર્ષ જુના આ કિલ્લાને ‘અજય કિલ્લો’ કહેવામાં આવે છે.

મુરુદ જંજીરા કિલ્લાનો દરવાજા દીવાલોની આડશમાં બનાવવામાં આવ્યો છે, જે કિલ્લાથી થોડા મીટર દુર જવાથી દીવાલોને કારણે દેખાતો બંધ થઇ જાય છે. કહેવામાં આવે છે કે તે કારણ રહ્યું હશે કે દુશ્મન કિલ્લા પાસે આવ્યા પછી છેતરાઈ જતા હતા અને કિલ્લામાં ઘુસી શકતા ન હતા.

આ કિલ્લાનું નિર્માણ અહમદનગર સલ્તનતના માલિક અંબરની દેખરેખમાં ૧૫મી સદીમાં થયું હતું. આ કિલ્લો ૪૦ ફૂટ ઉંચી દીવાલોથી ઘેરાયેલો છે. કહેવામાં આવે છે કે તેનું નિર્માણ ૨૨ વર્ષે થયું હતું. ૨૨ એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં ૨૨ સુરક્ષા ચોકીઓ છે. અહિયાં સિદ્દીકી શાસકોની ઘણી તોપો હાલમાં પણ રાખવામાં આવેલી છે, જે દરેક સુરક્ષા ચોકીમાં આજે પણ રહેલી છે.

માનવામાં આવી રહ્યું છે કે આ કિલ્લો પંચ પંજાતન શાહ બાબાના સરક્ષણમાં છે. શાહ બાબાનો મકબરો પણ આ કિલ્લામાં છે.

આ કિલ્લામાં મીઠા પાણીનું એક તળાવ છે. કિલ્લો દરિયાના ખારા પાણી વચ્ચે હોવા છતાંપણ અહિયાં મીઠું પાણી આવે છે. આ મીઠું પાણી અહિયાં ક્યાંથી આવે છે, તે હજુ સુધી રહસ્ય જ બનેલું છે. પ્રાચીન સમયના ઘણા અવશેષો આજે પણ ભારતમાં જોવા મળે છે, અને તેના વિષે ઘણા રહસ્યો પણ છુપાયેલા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *