ભંગારમાં પડેલી વસ્તુઓથી બનાવ્યું બેન્ડ, હવે આર્મી બેન્ડની ધૂન પર વગાડ્યું વંદે માતરમ

ભંગારમાં પડેલી વસ્તુઓથી બનાવ્યું બેન્ડ, હવે આર્મી બેન્ડની ધૂન પર વગાડ્યું વંદે માતરમ

જુગાડથી કોઈ પણ કાર્યને સરળ બનાવવાની આપણા દેશના લોકોની કુશળતા ઘણી જૂની છે. કાર્ય ગમે તેટલું મુશ્કેલ હોય, લોકો જુગાડથી બધું સરળ બનાવે છે. કેટલીકવાર લોકો તેમના જુગાડથી અશક્ય કાર્યોને પણ શક્ય બનાવે છે. કેટલાક બાળકોએ પણ એવું જ કર્યું છે, જેમણે તેમના જુગાડ અને કુશળતાથી ભંગારમાં પડેલી વસ્તુઓમાંથી બેન્ડ બનાવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભંગારની વસ્તુઓમાંથી બેન્ડ કેવી રીતે બનાવી શકાય, પરંતુ આ નાના બાળકોએ તેને હકીકત બનાવી છે. આ બાળકોના બેન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો આ બાળકોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકો ખાલી ટીન બોક્સ અને ખાલી પ્લાસ્ટિક બોક્સ વગાડીને ધૂન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો @Chopsyturvey નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે ઘણા બાળકો ઉભા છે અને એક નાનું બાળક વચમાં ઉભું છે. આજુબાજુ ઉભેલા બાળકો સોન્ગ વગાડી રહ્યા છે..

આ દરમિયાન, બાળકો 1954 માં રિલીઝ થયેલી ફિલ્મ જાગૃતિની ધૂન વગાડી રહ્યા છે. આર્મી બેન્ડનું અનુકરણ કરીને વચ્ચે ઉભેલું એક નાનું બાળક પણ હાથમાં લાકડી લઈને કેટલીક યુક્તિઓ કરી રહ્યું છે. બાળકોના આ જુગાડ બેન્ડને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ બાળકોની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે વચમાં ઉભેલો બાળક ચોક્કસપણે એક દિવસ સેનામાં જશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.