રાજકોટમાં ગુરૂવારના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. 32 વર્ષીય વિજય મેર નામના યુવાનની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી.
સરાજાહેર હત્યા થઈ રહી હોય તે પ્રકારના વિચલિત કરતાં સીસીટીવી પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ગુનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, તેમજ અન્ય ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. તો સાથે જ હત્યાના ગુનાને અંજામ આપનાર બે જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.
સમગ્ર મામલે ડીસીપી પ્રવિણકુમાર મીણા દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે પ્રેસ બ્રિફિંગ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીસીપી પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ગુરૂવારના રોજ વિજય નામના યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેના કારણે આરોપીઓની ઓળખ કરવી સરળ બની હતી. મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, વિજયની હત્યા તેનાજ વિસ્તારમાં રહેતા એક શખ્સ તેમજ તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ગણતરીની જ કલાકોમાં હત્યા કોને કરી છે તે બાબત નું ચિત્ર મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સ્પષ્ટ થઈ ગયું હતું. સીસીટીવીમાં પણ હત્યારાઓ કેદ થઇ ગયા હતા. બે હત્યારાઓ પૈકી એક હત્યારાએ પોતાની ઓળખ છુપાવવા મોઢે બુકાની બાંધી હતી. જ્યારે કે એક વ્યકિતએ પોતાનું મોઢું ખુલ્લું રાખ્યું હતું.
પોલીસે ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં બે પૈકી એક આરોપીએ જણાવ્યું છે કે, મૃતક વિજય મેર તેની દીકરીને ગત ઓકટોબર માસમાં અપહરણ કરી રાજસ્થાન સહિતની જગ્યાઓએ લઈ ગયો હતો. જે બાબત અંગે તેને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. સમગ્ર મામલે હેબિયર્સ કોપર્સ પણ દાખલ થતાં રાજકોટ પોલીસ દ્વારા અપહરણ કરનાર વિજય તેમજ મારી દીકરીને જૂનાગઢ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
ત્યારબાદ પોલીસ દ્વારા મારી દીકરી નો કબજો અમને સોંપવામાં આવ્યો હતો. જ્યારે કે, વિજય વિરુદ્ધ પોક્સો તેમજ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. એકાદ મહિના જેલમાં રહ્યા બાદ વિજય મેર જામીન પર છૂટ્યો હતો. એક જ વિસ્તારમાં રહેતા હોવાના કારણે વિજય અવારનવાર મને રસ્તામાં મળતો હતો અને કહેતો હતો કે, તું મૂંછ નથી રાખતો તું મારું શું બગાડી લઈશ? હું હજુ પણ તારી દીકરીને ભગાડી જઇશ.
આમ, બે પૈકી એક આરોપી વિજયની અવારનવાર લુખ્ખાગીરી થી કંટાળી ગયો હતો. તેમજ તેની ધમકીઓથી પણ કંટાળી ગયો હતો. જેના કારણે તેણે વિજયનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત તેને પોતાના મિત્ર ની મદદ સાથે હત્યાના ગુનાને અંજામ આપ્યો છે.