શરીર ના આ નિશાન ઉપરથી ખબર પડે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે ચરિત્રહીન || સ્ત્રી ના અંગો નું રહસ્ય

Posted by

સામુદ્રિક શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા છે જે કોઇપણ વ્યક્તિના શરીરના વિભિન્ન અંગને જોઇને તેમજ અંગોની રચના ઉપરથી તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તે વિશે જાણ થઇ શકે છે. જેમ કે કોઇના વાળ, તો કોઇની ગરદનના વળાંક ઉપરથી તે વ્યક્તિ કેવો સ્વભાવ ધરાવતી હશે તે વિશે અનુમાન લગાવી શકાય છે. આજે આપણે સ્ત્રીઓના અંગોપાંગ ઉપરથી તે સ્ત્રીઓના લક્ષણો વિશેની ચર્ચા કરીશુ.

સ્ત્રીઓ પોતાના શરીરની ખૂબ સાચવણી કરતી હોય છે, તેમજ સામુદ્રિક શાસ્ત્રમાં પણ કોમળ કાયા ધરાવતી સ્ત્રીઓનું ખૂબ મહત્ત્વ હોય છે, સામુદ્રિક શાસ્ત્રમાં આલેખ્યું છે તે મુજબ કોમળ શરીર ધરાવતી સ્ત્રીઓ ઉપર પ્રભુ કૃપા હંમેશાં વરસતી રહે છે, આ સ્ત્રીઓ હંમેશાં રાજપાઠ ભોગવે છે, આ સ્ત્રીઓનું ભાગ્ય ખૂબ જ બળવાન હોય છે, તેમને જીવનમાં ક્યારેય મોટી તકલીફ નથી પડતી. તેમજ તેમના શરીરને પણ ક્યારેય તકલીફ નથી ભોગવવી પડતી.

પ્રમાણમાં નાની આઇબ્રો ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે પ્રમાણિક હોય છે, આ પ્રકારની સ્ત્રીઓ ક્યારેય કોઇ સાથે છેતરામણી નથી કરી શકતી, કદાચ કોઇ સમયે પરિસ્થિતિ અનુસાર જૂઠંુ બોલવું પડે તો પણ તે સ્ત્રીને હંમેશાં ડંખતુ રહે છે.

જે સ્ત્રીઓની આંખો મોટી અને કાંતિયુક્ત હોય, તેમજ જે સ્ત્રીઓની આંખો આકર્ષક હોય તે સ્વભાવે ખુશમીજાજી હોય છે, તેઓ હંમેશાં ખુશ રહેવાનું પસંદ કરે છે, અને પોતાની આસપાસના લોકોને પણ ખુશ રાખવાના પ્રયત્નો કરતાં રહે છે.

જે સ્ત્રીના માથા પર ભ્રમર ખેચવાથી પાંચ કરચલી ઊપસી આવે છે તેઓ બીજી સ્ત્રીઓની સરખામણીએ લાંબુ આયુષ્ય ધરાવે છે, એટલું જ નહીં આ સ્ત્રીઓની વિચારશક્તિ પણ ખૂબ તેજ હોય છે. આ સ્ત્રીઓ કપરી પરિસ્થિતિમાં પણ ઝડપી નિર્ણય કરી શકે છે. અને તેમના કરેલા નિર્ણય ભાગ્યે જ નિષ્ફળ જતાં હોય છે. પ્રમાણમાં હોશિયાર કહી શકાય એવી સ્ત્રીઓ હોય છે.

હોળાકાર અને મોટા હોઠ ધરાવતી સ્ત્રીઓનું જીવન ઘણું સારંુ હોય છે, તે સ્ત્રીઓના જીવનમાં પણ કઠણાઈ ભાગ્યે જ આવતી હોય છે, સરેરાશ સ્વસ્થ અને સુંદર જીવન જીવતી આ સ્ત્રીઓની સામાજિક તેમ જ આર્થિક સ્થિતિ પણ સારી હોય છે.

જે સ્ત્રીનો ઉપરનો હોઠ જાડો અને મોટો હોય તે સ્ત્રીનો સ્વભાવ ગુસ્સાવાળો તેમજ ઉગ્ર હોય છે. તેઓ ઝઘડાળું હોય છે, દરેક નાની મોટી વાતમાં સામેવાળી વ્યક્તિનો વાંક શોધી તેની સાથે ઝઘડી લેતાં તેને એક મિનિટ પણ નથી થતી.

નાનું કદ ધરાવતી સ્ત્રીઓ દરેક વાતને છુપાવી રાખનારી હોય છે, તે પોતાની અંદર રાખેલી વાતોને સમય આવ્યે જ જણાવે છે. આ સ્ત્રીઓ પાસેથી તમે જલદીથી કોઇ વાત નથી કઢાવી શકતાં.

જેની ગરદન નાની હોય તે સ્ત્રીઓ પણ ચીડિયા સ્વભાવની ખૂબ જ બોલકી હોય છે, આ સ્ત્રીઓએ ઔશાંત સ્વભાવના છોકરા સાથે ન પરણવું ઔજોઇએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની સંભાવના રહેતી હોય છે. શાંત સ્વભાવવાળી વ્યક્તિ આ સ્ત્રીથી જલદીથી કંટાળી જાય છે.

ગોરો રંગ તેમજ ગુલાબી હોઠ ધરાવતી સ્ત્રીઓ પ્રમાણમાં શાંત અને શાલીન હોય છે.

જે મહિલાઓની ચાલ સામાન્ય હોય, મતલબ કે વધારે ધીમી પણ નહી ંઅને વધારે ફાસ્ટ પણ નહીં તે મહિલાઓ પણ વિવેકશીલ હોય છે, તેમજ તેમને પાર્ટનર પણ ખૂબ વિવેકશીલ તેમજ બુદ્ધિમાન  હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *