મિત્રો ઘરનું બાથરૂમ એક એવી જગ્યા છે. જેનો ઉપયોગ ઘરના બધા સભ્યો કરતા હોય છે. પરંતુ હેરાનીની વાત એ છે કે, ઘરની બધી વસ્તુઓની સાથે-સાથે બાથરૂમની વસ્તુઓ પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવી જોઈએ. જયારે પણ લોકો ઘર બનાવે છે ત્યારે બાકી બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે પરંતુ બાથરૂમ પર ખાસ ધ્યાન આપવામાં નથી આવતું. જણાવી દઈએ કે, વાસ્તુશાસ્ત્રમાં જેટલું મહત્વ ઘરનું છે તેટલું જ મહત્વ બાથરૂમનું છે. તમારા ઘરમાં બાથરૂમ કંઈ દિશામાં છે અને કેવી રીતે બનેલું છે તે જ મહત્વપૂર્ણ નથી. પરંતુ બાથરુમની અંદર કેવી રીતે કામ કરો છો અને કંઇ વસ્તુ કંઇ દિશામાં છે તેનો પણ પ્રભાવ છે.
સારું વાસ્તુ શાસ્ત્ર ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે જે તમારા અને તમારા ઘર માટે સારું હોય છે. તો એક ખરાબ વસ્તુ ઘરને બરબાદ કરે છે.
આજે અમે તમને જણાવીશું બાથરૂમમાં ભૂલથી પણ આ વસ્તુના રાખવી જોઈએ નહી
તૂટેલી ડોલ
ઘણા લોકો બાથરૂમમાં રહેલી તૂટેલી ડોલ તૂટી ગયા બાદ લોકો તેને ફેંકતા નથી. તૂટેલી ડોલમાં રહેલા પાણીથી નાહવાથી નેગેટિવ એનર્જી ઉત્પ્ન્ન થાય છે. તેવામાં જો આ વ્યક્તિઆ પાણીથી સ્નાન કરે છે તો તેની અંદર પણ નકારાત્મક ઉર્જા આવે છે. તૂટેલી ડોલના પાણીથી નાહવાથી માણસ ગુસ્સા વાળો અને ચિડ઼ચિડ઼ા સ્વભાવ વાળો થઇ જાય છે. તે માણસ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બધા જ ખોટા હોય છે, બધા જ કામ ખરાબ થવા લાગે છે. તેથી વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કયારે પણ તૂટેલી ડોલથીના પાણીથી ના નાહવું જોઈએ.
બાથરૂમમાં ગંદકી
બાથરૂમની સમય-સમય પર સફાઈ કરવી બેહદ જરૂરી છે. ખરાબ બાથરૂમનો ઉપયોગ કરવાથી ફક્ત સ્વાસ્થ્ય પર જ અસર નથી કરતું પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પણ તેને ખરાબ માનવામાં આવે છે. જયારે બાથરૂમમાં કરોળિયાના જાળ લટકેલા હોય અથવા ગંદકી જમા થયેલી હોય તો તેના આખા ઘરના વાસ્તુ શાસ્ત્રને નુકસાન કરે છે. હંમેશા તમારું બાથરૂમ ચોખ્ખુ જ રાખવું જોઈએ.
બાથરૂમનો દરવાજો તૂટેલો હોય.
બાથરૂમનો દરવાજો તૂટેલો હોય તેને પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. જો તમારા બાથરૂમના દરવાજામાં મોટી તિરાડ હોય અથવા દરવાજો તૂટેલો હોય તો તેને તુરંત જ બદલી દેવો જોઈએ. બાથરૂમનો તૂટેલો દરવાજો ઘરમાં ગરીબી લાવે છે. આપણે બધી ગંદકીને બાથરૂમમાં જ ઠાલવીએ છીએ તો તેની અંદર નકારાત્મક ઉર્જાને રોકવાનું કામ પણ બાથરૂમમાં લગાવેલો દરવાજો કરે છે. બાથરૂમનો દરવાજો તૂટેલો હોય તો બાથરૂમની નેગેટિવ ઉર્જા ઘરમાં ફેલાઈ જાય છે.
આધુનિકતા આ સમયમાં વાસ્ત્તુશાસ્ત્ર અગત્યનો ભાગ ભજવે છે. ખાસ કરીને ઘરના નિર્માણ સમયે તેનું બેહદ ધ્યાન આપવું જોઈએ. જે વ્યક્તિને તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છે છે તે ઘરનો દરેક હિસ્સો વાસ્તુ શાસ્ત્રની રીતે જ બનાવશે.
બાથરૂમ કે ટોયલેટ બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે, ઈશાન ખૂણાને છોડીને બાથરૂમ ઘરના ગમે તે ખૂણામાં બનાવી શકાય છે. ઈશાન ખૂણામાં ટોયલેટ બનાવવાથી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ અને આર્થિક કષ્ટ થવાની સંભાવના રહે છે.
બાથરૂમમાં કયારે પણ ડાર્ક કલરની ટાઇલ્સના લગાવવી જોઈએ. હંમેશા આછા કલરની જ ટાઇલ્સ લગાવવી જોઈએ.
જો બાથરૃમનો દરવાજો બેડરૂમમાં ખૂલતો હોય તો હંમેશા બાથરૂમનો દરવાજો બંધ રાખવો જોઈએ. બાથરૂમના દરવાજા પર પડદા લગાવવા જોઈએ. બેડરૂમ અને બાથરૂમની ઉર્જાનું આદાન-પ્રદાન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું.
બાથરૂમ કયારે પણ અરીસો દરવાજાની સામે ના રાખવો. જયારે-જયારે બાથરૂમનો દરવાજો ખુલ્લે છે ત્યારે-ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા બાથરૂમમાં પ્રવેશ કરે છે. આ સમયે દરવાજા પર લાગેલો અરીસો હોય તો નકારાત્મક ઉર્જા ટકરાઈને ફરી ઘરમાં પ્રવેશી જાય છે.
બાથરૂમમાં એક વાટકીમાં મીઠું રાખવાથી ઘણા વાસ્તુદોષ દૂર થાય છે. વાટકીમાં રહેલા મીઠું દિવસમાં એકવાર બદલી લેવું જોઈએ.
2-3 દિવસે એકવાર આખા બાથરૂમની સફાઈ કરવી જોઈએ. બાથરૂમની સાફ હોય તો તેની સકારાત્મક અસર આપણી પરિસ્થિતિ પર પડે છે.