બંગાળની ખાડીમાં જામ્યું લો પ્રે-શ-ર અંબાલાલ પટેલની મોટી આગાહી આ જિલ્લા શહેર માં આગામી એટલા દિવસ સુધી ની આગાહી

બંગાળની ખાડીમાં જામ્યું લો પ્રે-શ-ર અંબાલાલ પટેલની મોટી આગાહી આ જિલ્લા શહેર માં આગામી એટલા દિવસ સુધી ની આગાહી

લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પણ મેઘરાજા જાણેકે, હાથતાળી આપીને જતા રહેતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે.

લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પણ મેઘરાજા જાણેકે, હાથતાળી આપીને જતા રહેતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 20મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં દિવસ દરમિયાન ધુપ-છાવનું વાતાવરણ રહ્યું હતું, જેને કારણે લોકોએ બપોર પછી ગરમીનો અનુભવ કર્યો હતો. જોકે આગામી અઠવાડિયાથી 10 દિવસ દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

 

8થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહીઃ

આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં
ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ 41 ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.

રાજ્યભરમાં વધી શકે છે થંડર સ્ટ્રોમની ગતિવિધિ:

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં વધી શકે છે થંડર સ્ટ્રોમની ગતિવિધિ. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.

સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ 9 ટકા ઘટીને 41 ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 44 અને સૌરાષ્ટ્રમાં 37 ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ 8થી 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની 25 ટકા ઘટ રહેવાની શક્યતા છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *