બાંધેલો લોટ ફ્રીજમાં મૂકીને તેને જો વાપરતા હોવ તો સાવધાન!, જાણી લો શું ખતરનાક અસર થાય છે.

બાંધેલો લોટ ફ્રીજમાં મૂકીને તેને જો વાપરતા હોવ તો સાવધાન!, જાણી લો શું ખતરનાક અસર થાય છે.

આજકાલ દરેક ઘરમાં ફ્રીજ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ ફ્રીજનું કામ માત્ર પાણી ઠંડું કરવાનું જ નથી હવે રાંધેલા ભોજન મુકવાનું ચલણ પણ વધી ગયું છે અને તેમાં પણ લોટ બાંધેલો ખાસ મૂકવામાં આવે છે. જેના કારણે બીજા દિવસે સવારે સરળતા થઈ જાય છે. પરંતુ વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ વાસી લોટની રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનકારક છે.નવી દિલ્હી: આજકાલ દરેક ઘરમાં ફ્રીજ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ ફ્રીજનું કામ માત્ર પાણી ઠંડું કરવાનું જ નથી હવે રાંધેલા ભોજન મુકવાનું ચલણ પણ વધી ગયું છે અને તેમાં પણ લોટ બાંધેલો ખાસ મૂકવામાં આવે છે. જેના કારણે બીજા દિવસે સવારે સરળતા થઈ જાય છે.

મોટાભાગે એવું બનતું હોય છે કે ખાવાનું બનાવતી વખતે રોટલી કે ભાખરી માટે બાંધેલો લોટ બચી જતો હોય છે. જેને ગૃહિણીઓ સાચવીને રાખવા માટે ફ્રીજમાં મૂકી દે છે. ત્યારબાદ જ્યારે જરૂર હોય ત્યારે ફરીથી રોટલી કે ભાખરી બનાવી લે છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ વાસી લોટની રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનકારક છે.

બીમાર પડી જશો!બાંધેલો લોટ ફ્રીજમાં સ્ટોર કરવાથી તેમા ફ્રીજનો હાનિકારક ગેસ પ્રવેશે છે. આવામાં આ લોટની રોટલી ખાવાથી તમે બીમાર પડી શકો છો.સંબંધિત સમસ્યા લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયા શરૂ થાય છે. તેનાથી લોટમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે. ફ્રીજમાં રાખેલા લોટથી રોટલી બનાવો તો તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. વાસી લોટની રોટલી ખાવાથી પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટ સંબંધિત અન્ય સમસ્યા થઈ શકે છે.

ઈમ્યુનિટી નબળી પડશે વાસી લોટની રોટલી ખાવાથી ડાઈજેશન પર અસર થાય છે અને તેનાથી ઈમ્યુનિટી પણ નબળી પડે છે. લોટ બાંધી લીધા બાદ તેનો ફટાફટ ઉપયોગ કરી લો. કારણ કે એક કલાક બાદ તેમાં રાસાયણિક ફેરફાર થવા લાગે છે. જો આ રહેવા દીધેલા વાસી લોટની રોટલીઓ કે પરોઠા, ભાખરી ખાશો તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *