બગલની દુગંધને દૂર કરવાના સરળ ઘરેલૂ ઉપચાર

બગલની દુગંધને દૂર કરવાના સરળ ઘરેલૂ ઉપચાર

શું તમે પરસેવાની ગ્રંથીઓ અતિસક્રિય છે તથા આ તમને હાથ ઉપર ઉઠાવતાં અટકાવે છે? તમે એકલા નથી! સૌભાગ્યથી આ દુર્ગંધને દૂર કરવા માટે ઘણા ઘરેલૂ ઉપાય ઉપલબ્ધ છે.

પરંતુ આ અંગે જાણતા પહેલાં કે આ દુર્ગંધ કેવી દૂર કરી શકાય આપણે તેના કારણો વિશે જાણવું જરૂરી છે. આ દુર્ગંધ ફક્ત પરસેવાના કારણે જ નહી. આવું ત્યારે થાય છે જ્યારે પરસેવો બેક્ટેરિયાની સાથે ભળે છે અને ત્યારે વાસ આવે છે.

બેક્ટેરિયા ગરમ અને ભેજવાળી જગ્યાએ ઉછરે છે તથા તમારી બગલ બેક્ટેરિયા વધવાની જગ્યા બની જાય છે. તમારા શરીરમાં મળી આવનાર બેક્ટેરિયા વધુ પડતા કૈફી પ્રવાહી પદાર્થોનું સેવન, હાર્મોન્સમાં અસંતુલન, પ્યૂબર્ટી (યુવાવસ્થા) અથવા અનુવાંશિકતાના કારણે વધે છે. બગલની વાસ અટકાવવ અમાટે 10 કુદરતી રીત બતાવવા જઇ રહ્યાં છીએ.

નીંબૂનો રસ

લીંબૂમાં હાજર સિટ્રિક એસિડ બેક્ટેરિયાને મારે છે, ચામડીના પીએચ સંતુલનને નિખારે છે અને ત્વચાને ચમકીલી બનાવે છે.

આ મિશ્રણને કેવી રીતે બનાવશો

½ કપ લીંબૂના રસને 1 કપ ચોખ્ખા પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં નાખો. તેનો ઉપયોગ પોતાની બગલો પર એન્ટીપસ્પિરેંટની માફક કરઓ. આ 8 કલાક સુધે બદબૂને દૂર રાખશે.

વ્હીટ ગ્રાસ

વ્હીટ ગ્રાસ એક કુદરતી જીવાનુનાશક છે જે બગલમાંથી આવતી વાસને દૂર રોકે છે.

આ કેવી બનાવશો

2 ટેબલસ્પૂન વ્હીટ ગ્રાસના રસને 2/4 કપ પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણનો ઉપયોગ પોતાની બગલોને ધોવા માટે કરો. શરીરની દુર્ગંધને રોકવા માટે તમે આ જ્યૂસનું સેવન પણ કરી શકો છો.

એપ્પલ સીડર વિનેગર

એપ્પલ સીડર વિનેગરમાં એન્ટીઓક્સીડેંટસ અને કુદરતી એસિડ મળી આવે છે જે બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આ પ્રકારે આ બગલમાંથી આવતી દુર્ગંધને કુદરતી રીતે રોકી શકો છો.

કેવી રીતે બનાવશો

એક સ્પ્રે બોટલમાં એક ચમચી એપ્પલ સીડર વિનેગર અને ½ કપ પાણી મિક્સ કરો. આ મિશ્રણને એક બોટલમાં રાખો. તેને એન્ટીપસ્પિરેંટની માફક ઉપયોગમાં લો. ઉપયોગમાં લેતાં બોટલને સારી રીતે હલાવી લો.

પેપરમિંટ ઓઇલ

પેપરમિંટમાં ઉપસ્થિત કુદરતી મેન્થોલ શરીરમાંથી આવનારી દુર્ગંધને દૂર કરે છે તથા બગલમાં થનાર ફોડકીઓ અને અળઇને દૂર કરે છે.

કેવી રીતે બનાવશો

તમારી હથેળીઓમાં થોડા ટપકાં ઓર્ગેનિક પેપરમિંટ ઓઇલના લો તથા તેને તમારી બગલમાં લગાવો. જો તમને કોઇપણ પ્રકારની ખંજવાળ થાય છે તો તેને તાત્કાલિક ધોઇ નાખો.

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક ગુણ જોવા મળે છે તથા સાથે-સાથે તેમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ્સ પણ હોય છે જે દુર્ગંધ પેદા કરનાર બેક્ટેરિયાને નષ્ટ કરે છે, પરસેવાની ગ્રંથીઓને નિયમિત કરે છે તથા કોઇપણ પ્રકારના સોજાને ઓછો કરે છે.

કેવી રીતે બનાવશો

આ તેલના થોડા ટપકાં તમારા હાથ પર લો અને તમારી બગલમાં લગાવો. બગલમાંથી આવનાર દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તેનો દરરોજ ઉપયોગ કરો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *