બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મહિલાઓ માટે એક ખાસ જાહેરાત કરી હતી. જેમાં મહિલાઓ સ્વતંત્ર બની શકે તે માટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કિમ (MSSC) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાને પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ સ્કિમ મહિલાઓ માટે ખૂબ જ ખાસ સાબિત થઇ શકે છે. આપને જણાવી દઇએ કે આ સ્કિમ માત્ર બે વર્ષ માટે જ વેલિડ રહેશે અને મહિલાઓ બે વર્ષ માટે બેંક એફડીમાં રોકાણ કે પછી મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણb (Invest Money) કરી શકે છે.
3. MSSC યોજનામાં મળે છે આકર્ષક વ્યાજ

આ યોજના ખાસ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી હોવાથી તેમાં રોકવામાં આવનાર પૈસા પર વ્યાજદરની જોગવાઇ પણ ખૂબ આકર્ષક છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં સરકાર 7.5 ટકાના હિસાબે વ્યાજ આપી રહી છે. યોજના અંતર્ગત ઓછામાં ઓછા 1000 રૂપિયા અને મહત્તમ 2 લાખ રૂપિયા સુધી પૈસા જમા કરી શકાય છે. આ યોજના અંતર્ગત તમે 31 માર્ચ, 2025 સુધી રોકાણ કરી શકો છો. સાથે જ આ યોજનામાં માત્ર મહિલાઓ જ રોકાણ કરી શકે છે. કોઇ પણ ઉંમરની મહિલાઓ દેશની કોઇ પણ પોસ્ટ ઓફિસમાં જઇને આ યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકે છે. જોકે, આ યોજનામાં ટેક્સ બેનિફિટ્સ નહીં આપવામાં આવે. તેના પર મળનાર વ્યાજ પર તમને ટેક્સ લાગશે.
4. બેંક એફડી પર કેટલું મળે છે વ્યાજ

જો તમે કોઇ પણ બેંકમાં બે વર્ષ માટે એફડીમાં તમારા પૈસા જમા કરો છો, તો તેના પર પણ તમને કોઇ પ્રકારની ટેક્સ છૂટછાટ આપવામાં નહીં આવે. હાલમાં એસબીઆઇ બે વર્ષમાં મેચ્યોર થનાર એફડી પર તેના ગ્રાહકોને 6.80 ટકા વ્યાજ આપી રહી છે. સીનિયર સિટીઝન્સ માટે આ ઇન્ટરેસ્ટ રેટ 7.30 ટકા છે. જ્યારે એચડીફએફસી બેંક બે વર્ષની એફડી પર ગ્રાહકોને 7 ટકા અને સીનિયર સિટીઝન્સને 7.5 ટકા ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરી રહી છે.
5. કોઈ પણ રોકાણ કરતાં પહેલાં આ જરુર વાંચો

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)