બબીતાના બફાટ બાદ મેકર્સે લીધા કડક પગલાં એક્ટર પાસે કરાવ્યું એવું કામ કે….

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, જાતિસૂક ટિપ્પણી બાદ મુનમુને શો છોડી દીધો છે અને અસિત મોદીએ આ વાત પર પોતાની ટિપ્પ્ણી આપી હતી અને ચિત્ર સ્પષ્ટ કરી દીધુ હતુ કે બબિતા શો છોડીને ક્યાંય જઇ રહી નથી.
મેકર્સે આપી ચેતવણી
આ પ્રકારની ઘટનાઓ વચ્ચે મેકર્સે દરેક વ્યક્તિને ચેતવણી આપી છે કે તે જાતિસૂચક શબ્દનો ઉપયોગ ન કરે અને આ પ્રકારની ઘટના ફરીથી ન ઘટે.
વિવાદોથી બચવા માટે મેકર્સે આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો છે અને કાસ્ટ પાસે એક ડૉક્યુમેન્ટ સાઇન કરાવ્યું છે જેમાં લખ્યું છે કે જો કોઇ પણ એક્ટર આ પ્રકારની ઘટના કરશે તો તેણે પરિણામ ભોગવવું પડશે.
પ્રોડ્યુસરે શું કહ્યું
ઇન્ડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે કે મુનમુન હવે શો છોડી દેશે પરંતુ પ્રોડક્શન હાઉસે કન્ફર્મ કર્યુ છે કે મુનમુન શો છોડવાની નછી. અસિત કુમાર મોદીએ આ વાતની પુષ્ટી કરી છે.
શોના બધા પાત્રો એટલા ફેમસ થઇ ગયા છે કે દરેક કેરેક્ટરના અંગત જીવનમાં શું થઇ રહ્યું છે તેને જાણવા માટે ફેન્સ તત્પર બન્યા છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમને પણ ગુસ્સો આવી જશે.
મુનમુન દત્તા એટલે કે બબિતાજી જે થોડા સમય પહેલા એક જાતિ માટે બોલવા પર ચર્ચામાં આવી હતી તેણે મહત્વનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તેના બોયફ્રેન્ડે તેની સાથે મારપીટ કરી હતી.