તમારું ATM કાર્ડ તમને ૧૦ લાખ રૂપિયા અપાવી શકે છે, જાણો કઈ રીતે

તમારું ATM કાર્ડ તમને ૧૦ લાખ રૂપિયા અપાવી શકે છે, જાણો કઈ રીતે

જો તમારી પાસે કોઈપણ બેંકનું ATM કાર્ડ હોય અને એમાં પૈસા ન હોય તો ફેંકતાં પહેલાં વિચારી લે જો. તમારું ATM કાર્ડ તમને રૂપિયા ૧૦ લાખ સુધીનો ફાયદો કરાવી શકે છે. કોઈપણ બેંક તમને આ નહિ કહે, પરંતુ દરેક બેંકના ATM સાથે બેંકના દરેક ગ્રાહકને ૧૦ લાખ સુધીનું વીમા કવરેજ મળે છે. આ વિશેની સંપૂર્ણ જાણકારી તમે કોઈપણ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ જોઈ શકો છો.

ઉદાહરણ તરીકે આપણે ફક્ત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની જ વાત કરીએ તો એ તમને વ્યક્તિગત એર એક્સિડેન્ટલ, વ્યક્તિગત નોન એર એક્સિડેન્ટલ, પર્ચેઝ પ્રોટેક્શન, સેલેરી પેકેઝ ધારકો માટે પર્ચેઝ પ્રોટેક્શન અને ફેમિલી ટ્રાન્સપોર્ટેશન એક્સિડેન્ટલ કવર જેવા વિવિધ વીમા કવરેજ આપને ફક્ત એક નાનકડા ATM ડેબીટ કાર્ડ પર આપે છે. એના માટે તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે એ મહત્ત્વનું નથી. ફક્ત દર મહીને કોઈ ને કોઈ ટ્રાન્જેક્શન થતું રહેતું હોય તો પણ તમે એ વીમા કવરેજ માટે લાયક છો. પછી ભલે તમારા ખાતામાં ૧૦૦૦ રૂપિયા હોય કે ૧ કરોડ! દરેકને સરખું જ વીમા કવરેજ મળશે.

જાણો કયાં ATM કાર્ડ પર કેટલું વીમા કવરેજ મળશે

વ્યક્તિગત નોન એર એક્સિડેન્ટલ વીમા કવરેજ :- જો કોઈ ATM કાર્ડ ધારકનું કોઈ નોન એર એટલે કે વિમાની દુર્ઘટના સિવાયની દુર્ઘટનામાં મૃત્યુ થાય તો એના પરિવાર અથવા વારસદારોને નીચે પ્રમાણે વીમા કવરેજ પ્ર્રાપ્ત થશે.

• SBI Gold( MasterCard/Visa) :- 2,00,000/-

• SBI Platinum ( MasterCard/Visa):- 5,00,000/-

• SBI Pride (Business Debit/ MasterCard/Visa):- 2,00,000/-

• SBI Premium (Business Debit/ MasterCard/Visa):- 5,00,000/-

• SBI Signature (MasterCard/Visa):- 10,00,000/-

વ્યક્તિગત એર એક્સિડેન્ટલ વીમા કવરેજ :- જો કોઈ ATM કાર્ડ ધારકનું કોઈ એર એટલે કે વિમાની દુર્ઘટનામાં મૃત્યુ થાય તો એના પરિવાર અથવા વારસદારોને નીચે પ્રમાણે વીમા કવરેજ પ્ર્રાપ્ત થશે.

• SBI Gold( MasterCard/Visa) :- 4,00,000/-

• SBI Platinum ( MasterCard/Visa):- 10,00,000/-

• SBI Pride (Business Debit/ MasterCard/Visa):- 4,00,000/-

• SBI Premium (Business Debit/ MasterCard/Visa):- 10,00,000/-

• SBI VISA Signature Debit Card:- 20,00,000/-

પર્ચેઝ પ્રોટેક્શન વીમા કવરેજ :- જો તમે તમારા ATM કાર્ડથી POS મશીન દ્વારા કોઈ કીમતી વસ્તુ જેવી કે જ્વેલરી, હીરો કે પથ્થર વગેરે વસ્તુઓ ખરીદી હોય અને તે ચોરી, લૂંટફાટ કે ભુકંપમાં જેવી ઘટનાઓમાં ગુમાવી દીધી હોય તો તમને નીચે પ્રમાણેનું વીમા કવરેજ પ્રાપ્ત થશે.

• SBI Gold( MasterCard/Visa) :- 5,000/-

• SBI Platinum ( MasterCard/Visa):- 50,000/-

• SBI Pride (Business Debit/ MasterCard/Visa):- 5,000/-

• SBI VISA Signature Debit Card:- 1,00,000/-

જો તમે કોઈ સેલેરી પેકેજ ખાતા ધારક છો તો તમને પર્ચેજ પ્રોટેક્શન વીમા કવરેજ તરીકે રૂપીયા ૨,૦૦,૦૦૦ મળવા પાત્ર છે. ફેમિલી ટ્રાન્સપોર્ટેશન અને એક્સિડેન્ટલ વીમા કવરેજ:- જો વ્યક્તિગત અકસ્માત વીમાનો દાવો માન્ય ગણાય અને પરિવારના નજીકના ૨ સભ્યોને હોસ્પિટલમાં ભરતી થવું પડે તો તેમનો સારવારનો ખર્ચ અને કાર્ડ ધારકના નશ્વર દેહને હોસ્પિટલથી ઘરે લઈ જવામાં થયેલાં ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. જે નીચે મુજબ હશે.

• SBI Gold( MasterCard/Visa), SBI Platinum ( MasterCard/Visa), SBI Pride (Business Debit/ MasterCard/Visa), SBI Premium (Business Debit/ MasterCard/Visa), SBI VISA Signature Debit Card પૈકી કોઈપણ એક કાર્ડ ધરાવનારને રૂપિયા ૫૦,૦૦૦ સુધીનું વીમા કવરેજ પૂરૂં પાડવામાં આવશે. આ વીમા કવરેજ ફેમિલીના કોઈ પણ એક સભ્યના કાર્ડ પર જ માન્ય ગણાશે.

જો કોઈ વ્યક્તિ એક કરતાં વધારે બેંકોનાં ATM કાર્ડ ધરાવે છે તો તેને કોઈ એક જ બેંકના કાર્ડ પર વીમા કવરેજ મળશે.આ વીમા કવરેજ દરેક બેંક પોતાના ગ્રાહકોને આપતી હોય છે. પણ જાણકારીના અભાવે ઘણા લોકો તેનો લાભ લઈ શક્તા નથી. તેથી આ લેખના માધ્યમથી આ જાણકારી પોતાની નજીકના વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે. આ માહીતી કોઈપણ બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલી જોવા મળી શકે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *