અતિશય ઉકળાટ બાદ આજે મળશે ગરમીમાંથી રાહત. જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન

અતિશય ઉકળાટ બાદ આજે મળશે ગરમીમાંથી રાહત. જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન

આજની હવામાનની આગાહી પ્રમાણે આજે ગરમીનો પારો ૧ થી ૨ ડીગ્રી સુધી ગગળશે અને ગરમીમાં શેકાતાં લોકોને આંશિક રાહત મળવાની સંભાવના છે. પરંતુ ગરમી હજુ થોડા દિવસો સુધી યથાવત જ રહેવાની છે. આજે કેટલાક જિલ્લઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે એટલે લોકો સૂર્યના સીધા પ્રકોપથી બચી શક્શે બફારો વધવાની શક્યતા છે. ગરમી હજુ લોકોને દઝાડવાની છે અને આ આતિશય બફારો લોકોને ઘરમાં રહેવાનું પણ મુશ્કેલ કરી દેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને આણંદ જિલ્લામાં તાપમાન આજે મહત્તમ રહેશે. આગાહી પ્રમાણે આજે આ ચાર જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી સુધી પહોચી જશે જ્યારે સવાર અને સાંજનું ન્યુનતમ તાપમાન પણ ૨૮ ડીગ્રી રહેશે. અમરેલી જિલ્લામાં ન્યુનતમ ૨૬ ડીગ્રી અને આણંદ જિલ્લામાં ઓછામાં ઓછું તાપમાન ૨૭ ડીગ્રી રહેશે. વાતાવરણમાં ૪૩% જેટલો ભેજ રહેશે એટલે કે બફારો અને ઉકળાટ વધશે.

અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં ૨૮ ડીગ્રીથી શરૂ કરીને મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સુધી પહોચી જશે. જ્યારે બનાસકાંઠામાં ૩૮ ડીગ્રી અને ભરૂચમાં ૨૯ થી ૩૯ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. જે દર્શાવે છે કે ભરૂચ જિલ્લાના લોકોને આજે ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે.

બોટાદ જિલ્લામાં ૨૭ ડીગ્રીથી શરૂ કરીને ગરમીનો પારો ૪૨ ડીગ્રી સુધી ચઢી જશે અને બોટાદ જિલ્લાના લોકો આજે આગમાં શેકાય એવી ગરમીનો અનુભવ કરશે. છોટાઉદેપુરમાં પણ ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોચી જશે.

ડાંગ અને દેવભુમી દ્વારકા જિલ્લાની જનતાને ગરમીમાંથી થોડી રાહત મળશે. તેઓ આજે ૨૭ ડીગ્રીથી લઈને ૩૭ ડીગ્રી સુધીના તાપમાનનો અનુભવ કરશે. જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેશે જે ઓછું છે પણ ત્યાંની હવામાં આજે ૫૯% ભેજ જોવા મળશે. જે ઓછા તાપમાનમાં પણ બફારા અને ઉકળાટમાં વધારો કરશે. જુનાગઢ અને ખેડા જિલ્લામાં આજે ન્યુનતમ તાપમાન ૨૬ ડીગ્રી અને મહત્તમ ૩૯ ડીગ્રી સુધી જોવા મળશે.

આજે મહિસાગરમાં ૪૧ ડીગ્રી, મહેસાણામાં ૪૦ ડીગ્રી, મોરબી અને નર્મદામાં ૩૯ ડીગ્રી, પંચમહાલ અને પાટણ જિલ્લામાં આજે ૪૦ ડીગ્રી જેટલો ગરમીનો પારો ચડવાનો છે. અહીંના વાતાવરણમાં આજે ૫૦% ભેજ જોવા મળશે. જે ગરમી, બફારો અને ઉકળાટમાં વધારો કરશે. આમ, ઉપરોક્ત જિલ્લાઓની જનતા માટે આજનો દિવસ કપરો રહેશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *