મૃત્યુ એક અટલ સત્ય છે. અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અને દરેક ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી એનો અંતિમ સંસ્કાર કરવાની અલગ અલગ રીતો અને નિયમો હોય છે. કોઈ ધર્મમાં મૃતકના શરીરને જમીન નીચે દાટી દેવામાં આવે છે, તો કોઈને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે.
એવી જ રીતે હિંદુ ધર્મમાં મૃત્યુ પછી મૃતકના પાર્થિવ દેહને અગ્નિ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારબાદ એમની અસ્થિઓને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર એવું કરવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને હિંદુ ધર્મમાં માનવા વાળા લોકો આ નિયમોનું સારી રીતે પાલન કરે છે.
કોઈનું મૃત્યુ થાય એટલે એનું હૃદય, મગજ વગેરે દરેક અંગ કામ કરતા બંધ થઇ જાય છે. એનો આત્મા શરીર છોડીને નીકળી ગયો હતો. અને આ વાત તમે બધા સારી રીતે જાણતા જ હશો. પણ આજે અમે એક એવો પ્રશ્ન લઈને આવ્યા છીએ, જેને જાણ્યા પછી તમે એ વિચારવા માટે મજબુર થઇ જશો કે એવું કેવી રીતે થઇ શકે છે? અને એ પણ કે તમારા મગજમાં આજ સુધી આ પ્રશ્ન કેમ નહિ આવ્યો? અને જો આવ્યો તો તમે એના પર વિચાર કેમ ન કર્યો? તો ચાલો તમને જણાવીએ કે એ પ્રશ્ન કયો છે.
અમારો પ્રશ્ન એ છે કે શરીરનો એવો કયો ભાગ છે, જે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી પણ જીવિત રહે છે? બીજી રીતે પૂછીએ તો શરીરનો એવો કયો ભાગ છે જેનો વિકાસ મૃત્યુ પછી પણ અટક્તો નથી? હવે એના જવાબ વિષે જણાવી દઈએ કે એ તમને શાસ્ત્રોમાં મળી જશે. પરંતુ આ વાત પર તમે પહેલા ક્યારેય ધ્યાન નહિ આપ્યું હોય. તો આવો તમને આ સવાલનો જવાબ જણાવી દઈએ. આ વિચિત્ર પ્રશ્નનો જવાબ છે “નખ.” નખ આપણા શરીરનો એક એવો ભાગ છે જે મૃત્યુ પછી પણ વધતો રહે છે.
જવાબ જાણ્યા પછી તમારા મનમાં એ સવાલ પણ થયો હશે કે એવું કઈ રીતે બને કે આખું શરીર નિર્જીવ થઇ જાય, અને નખને કંઈ ન થાય. આપણે ત્યાંની માન્યતાઓનું માનીએ તો એવું કહેવામાં આવે છે, કે જયારે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો એ પછી પણ વ્યક્તિના શરીરના નખ અને વાળ વધતા રહે છે. જો કે હજુ સુધી એ સંપૂર્ણ રીતે પ્રમાણિત નથી થયું. પરંતુ એવું માનવામાં આવે છે કે નખ મૃત કોશિકાઓ માંથી બને છે, એ કારણે તે મનુષ્યના મૃત્યુ પછી પણ વધતા રહે છે. જો તમે કોઈ મ્યુઝિયમમાં રહેલી મમી જોઈ હોય તો એમાં તમને એના વધેલા નખ જોવા મળશે.