જન્મ અને મૃત્યુ બંને જીવનના અટલ સત્ય છે. જીવન મરણના ચક્રમાં વ્યક્તિ ત્યારથી બંધાઈ જાય છે જ્યારથી ભગવાન વ્યક્તિની રચના કરે છે. આપણા હિંદુ ધર્મમાં સોળ સંસ્કારો આવે છે તેમાંથી એક છે અંતિમ સંસ્કાર. હિંદુધર્મની વાત કરીએ તો આ એક એવો ધર્મ છે જેમાં રીતી રીવાજોને ભલે પરંપરા અને સંસ્કાર માનવામાં આવે છે.
પરંતુ હકીકતમાં તે કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. જેને ધર્મ અને ભાવનાઓથી જોડવામાં આવ્યા છે.તેવી જ રીતે એક પરંપરા છે જે અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી છે અને તે છે કે સ્મશાનેથી આવ્યા બાદ સ્નાન કરી લેવામાં આવે છે. તો આવું શા માટે કરવામાં આવે છે તમે ક્યારેય વિચાર્યું છે? ચાલો જાણીએ તેની પાછળનું કારણ.
હિંદુધર્મમાં અંતિમયાત્રા એટલે કે સ્મશાન યાત્રામાં ભાગ લેવો અથવા તો મૃતદેહને કાંધ આપવી તે ખુબ જ પૂણ્યનું કાર્ય ગણવામાં આવે છે. શાસ્ત્રોનું માનીએ તો સ્મશાન યાત્રામાં ભાગ લેનાર વ્યક્તિના મનમાં થોડી વાર માટે જીવનની વાસ્તવિકતાનો આભાસ થાય છે. સમશાન યાત્રા દરમિયાન તેમનામાં આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે. માણસ થોડી વાર માટે વૈરાગી બની છે. આ પૂણ્ય કર્મ છે તો પછી ત્યાંથી આવ્યા બાદ સ્નાન કરવું કેમ જરૂરી મનાય છે.
વૈજ્ઞાનિક કારણ
માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરમાં રહેલો જીવ એટલે કે આત્મા નીકળી જાય છે. જ્યારે આત્મા શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે મતૃદેહની આસપાસના વાતાવરણમાં સૂક્ષ્મ કીટાણુંઓ ફેલાઈ છે. અને આજ કીટાણું આસપાસ રહેલા લોકોને પોતાના પ્રભાવમાં લઇ લે છે. તો પછી એવી પણ શક્યતાઓ હોય છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે તે કોઈ સંક્રમક રોગ એટલેકે ચેપી રોગથી ગ્રસિત હોય અને તેના શરીરમાં રહેલા બેક્ટેરિયા આસપાસ રહેલા લોકોના શરીરમાં પ્રવેશ કરવાની તક મળી જાય છે.
અંતિમ સંસ્કારની વિધિ પત્યા બાદ સ્નાન કરવું ખુબ જ જરૂરી બની જાય છે. કારણ કે આવીને તરત જ સ્નાન કરી લેવામાં આવે તો શરીરમાં લાગેલા કીટાણું પણ પાણી સાથે વહી જાય છે અને દૂર રહે છે.
ધાર્મિક માન્યતા
વિજ્ઞાન ઉપરાંત તંત્ર શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે સ્મશાન ભૂમિ પર સતત એવી ક્રિયાઓ થતી રહી છે જેના કારણે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ત્યાં અમુક એવી શક્તિઓ પણ ઉપસ્થિત હોય છે જે નબળા મનોબળના લોકો પર પોતાનો દુષ્પ્રભાવ પાડી શકે છે. માટે સ્મશાનેથી આવ્યા બાદ વ્યક્તિએ સ્વચ્છ પાણી વડે સ્નાન અવશ્ય કરવું જોઈએ જેથી જો કોઈ પણ નકારાત્મક પ્રભાવ જો તેના પર અસર કરવા લાગ્યો હોય તો તે નિષ્ક્રિય થઇ જાય.
આ ઉપરાંત અમુક માન્યતાઓ અનુસાર એવું મનાય છે કે સ્નાન કર્યા બાદ મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. તેમજ ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. માન્યતા છે કે મૃત્યુ થઇ જાય છે ત્યારે આખાં પરિવાર પર સૂતક લાગી જાય છે. સ્નાન કરવાથી તે દૂર થાય છે.