મોડી રાત સુધી લેપટોપ પર કામ કરવાથી કે ઊંઘ પૂરી ન થવાના કારણથી આંખોમાં સોજા આવવાની સાથે ડાર્ક સર્કલ બની જાય છે. આંખની આસપાસ ડાર્ક સર્કલ ચહેરાનો થાકની નિશાની હોય છે. જો તમારી આંખો થાકેલી અને ચહેરો બેજોન લાગે છે તો આજે અમે તમારા માટે એવા ચમત્કારી નુસખા લઇને આવ્યા છીએ જેનાથી તમે 10 મિનિટમાં આંખોની નીચેથી ડાર્ક સર્કલ ગાયબ થઇ શકે છે. તો હળદરના ઔષધીય અને આયુર્વેદિક ગુણ દરેક લોકોને ખબર છે. તે સિવાય સુંદરતા માટે પણ હળદર ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેમા રહેલા એન્ટી-સેપ્ટિક ગુણ ઘા સારા કરવા સિવાય ત્વચા સંબંધિત બીમારીને પણ દૂર કરે છે. તો આંખની નીચે થતા ડાર્ક સર્કલને પણ તમે હળદરની મદદથી દૂર કરી શકો છો.
હળદર, દૂધ અને મધ
બે ચમચી હળદર પાઉડરમાં દૂધ અને મધ મિક્સ કરીને એક ઘટ્ટ લેપ બનાવી લો. ધ્યાન રાખો કે દૂધ અને મધ સરખા પ્રમાણમાં લો. આ પેસ્ટને આંખોની નીચે લગાવીને 10 મિનિટ રાખી મૂકો અને તે પછી ઠંડા પાણીથી તેને ધોઇ લો. અઠવાડિયામાં એક વખત આ ઉપાય સૂતા પહેલા કરવો જોઇએ.
હળદર અને લીંબુ
બે ચમચી હળદર પાઉડર અને લીંબુના રસને મિક્સ કરી લો અને તેને આંખની નીચે લગાવી લો. તેને 30 મિનિટ પછી તેને સાદા પાણીથી ધોઇ લો. તેને લગાવવાથી આંખોની આસપાસની ત્વચા સ્વચ્છ અને ચમકદાર લાગશે. હળદરને કુદરતી બ્લીચિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેને આંખો નીચે લગાવવાથી રાહત મળશે સાથે જ ડાર્ક સર્કલની સમસ્યા દૂર થશે.
હળદર અને છાશ
એક ચમચી હળદર લઇને તેમા છાશ મિક્સ કરી લો. આ પેસ્ટને તમે કોટનની મદદથી આંખોની આસપાસ લગાવી રાખો 15 મિનિટ પછી તેને ધોઇ લો. અઠવાડિયા 2-3 વખત તમે આ ઉપાય કરી શકો છો. આંખની આસપાસના ડાર્ક સર્કલ ગાયબ થઇ જશે.