સિદ્ધિ છે એ ક્યારેય રાતોરાત કોઈને મળતી નથી અને રાતોરાત સિદ્ધિ મેળવવાના પ્રયત્નોમાં જ તણાવ આવે છે રાતોરાત સિદ્ધિ મેળવવાના સપનામાં જ અનૈતિક અને અપ્રામાણિક બધી પ્રક્રિયાઓ થાય છે તમે જેની ઇર્ષ્યા કરો છો કે હું આના જેવો થઈ જવું છે એ 20 વર્ષે ત્યાં પહોંચ્યો છે અને આપડે હજી ખુબ ઓછો અનુભવ હોય આ વાત પણ સાથે સરખાવવી જ જોઈએ.
એ વીસ વર્ષથી આ ધંધો કરે છે તેણે ઘણી બધી ઉત્તર-ચઢ જોઈ લીધી હવે એમાં જો કોઈને એમ થાય એ હું રાતોરાત એના જેવો થઈ જાવ અને આ બે વસ્તુઓ આમ ગોઠવી લવ ને બે વિચારો ફેરવી લવ બે સોદા આમ મારી લવ અને પેલા બે વ્યક્તિને આમ મળી લવ અને એનું છે ખોટું છે એ હું કોક ને કહી દવ ને પછી હું એનો ધંધો આમ લઈ લવ એ ક્યારેય બનવાનું નથી,
કદાચ બનશે તો નાના પાયે થોડું બનશે મોટું તો બનશે જ નહીં અને કદાચ મોટો બનશે છે તો એનાથી વધારે તારી પાસેથી જતું રહેશે એવું કોક મોટું તમારી પર કોક અન્ય વ્યક્તિ બનાવી દેશે કારણકે આ કુદરત નો ક્રમ છે તમે કોક નું ખોટું ક્યાંથી લીધું એટલે તમારુ કોક લઈ જવાનું એ સિદ્ધાંત છે પૃથ્વી પર હંમેશા યાદ રાખજો પૃથ્વી ગોળ છે અને ગોળ હોય એમાં ખૂણો ના હોય અને ખૂણો ના હોય તો ખોટું સંઘરવાની માટેની જગ્યા જ નથી.
એટલે પુરુષાર્થ આપણે દરેક કરીએ એમથી જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ખોટું કરીને કોઈ મોટું થયું નથી અને થશે પણ નહીં આ સિદ્ધાંત જીવન ના દરેક પગલે યાદ રાખવો પ્રવચનમાં કદાચ ઘણી બધી વાતો તમે સાંભળશો બધી તો યાદ રહેતી નથી પણ અમુક આવા સિદ્ધાંતો ચોક્કસ યાદ રાખજો કે ખોટું કરીને કોઈ મોટું થયું નથી થશે પણ નહીં અને કદાચ કદાચ કોક થોડું ઘણું મોટું થઈ પણ ગયું ખોટું કરીને તો બહુ ખરાબ રીતે પાછું આવશે.
એટલે હંમેશા પુરુષાર્થી વ્યક્તિ આગળ વધે છે શુભ સંકલ્પ હોય દ્રઢનિષ્ઠા હોય કરી છુટવાની એક તમન્ના હોય અને પોતાના બાહુબળ પણ આગળ વધવાની શ્રદ્ધા હોય એ જ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે બુદ્ધિશક્તિ આવડત હોય કદાચ ધંધા કરવા માટે નાની મોટી આર્થિક વ્યવસ્થા પણ હોય પરિવારમાંથી સગા વાલા માંથી મિત્રોમાંથી પણ છતાંય તમે જો,
પ્રામાણિક પુરુષાર્થ ના કરો છો તમે આગળ ના વધી શકો અને સાતત્ય હોવું જોઈએ કે પુરુષાર્થ કરવો જીવનમાં પોતાના વ્યવસાયમાં પુરુષાર્થ હંમેશા સત્ય રાખવું સાતત્યની સાથે નેતિકતા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. તમારામાં પણ ભગવાને શક્તિ મૂકી છે મૂકી છે પ્રમુખ સ્વામી જેવા સંત હોય એમાં વધારે મૂકી હોય તેમના આશીર્વાદથી અનેક ના જીવનમાં પણ આવી પ્રેરણા મળતી રહે.
પણ આપણે પ્રમુખસ્વામી મહારાજને મનુષ્ય તરીકે જોઈએ છે તો એમને તો ભગવાનનો સાક્ષાત્કાર હતો પણ એક વ્યક્તિ તરીકે જોઈએ તો એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે એનાથી આપણે પણ આપણા જીવનમાં સુધાર લાવી શકીયે છીએ તમે પણ તમારું ટર્નઓવર બમણું કરી શકો છો પાંચ ગણું કરી શકો છો બમણું કરી શકો છો.
૬૦ના દાયકામાં ધીરુભાઈ અંબાણી ગુરુ યોગીજી મહારાજને અમદાવાદ મિલ માં લઈ ગયેલા અને ત્યારે પહેલા આપણે દેશી ભાષામાં બોલીયે ને સંચા નાખેલા ત્યાં યોગીજી મહારાજને કહ્યું તમે પુષ્પો છાંટો મારે ખૂબ શ્રદ્ધા અને પુરૂષાર્થ કરીને ખુબ આગળ ખુબ આગળ વધવું છે અને યોગીજી મહારાજે તેમના આશિર્વાદ આપેલા આપણે જોઈએ છીએ કે,
શ્રદ્ધા પુરુષાર્થ થી એ વ્યક્તિ ક્યાં પોહચી શકે છે પુરુષાર્થ પુરુષાર્થ માં સાતત્ય કંટાળો નહીં કંટાળો નહીં આળસ નહીં અને પુરુષત્વ ક્યારેય નીતિમત્તા અને પ્રામાણિકતા ચુકતા નહીં તો કોઈ દિવસ તણાવ નહીં આવે પ્રમુખસ્વામી મહારાજ ને એક વખત સાહજિકમાં પૂછ્યું કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું તમને કહું
ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે કોઇનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવી રીતે કામ કરવું જોઈએ સિદ્ધાંત અને નીતિમત્તા થી કામ કરવું સિદ્ધાંત અને નીતિમત્તા અને પ્રામાણિકતા જીવનમાં હંમેશા રાખવા કોઇનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવતી દરેક નું સારું થાય એમનો જીવન મંત્ર બોલતા,
બીજાના ભલામાં આપણું ભલું બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ આ માત્ર બોલતા જ નહીં તે મુજબ જીવી પણ ગયા તમારા કાર્યમાં પણ થોડી નિઃસ્વાર્થ ભાવના અન્યને મદદરૂપ થવા માટે રાખવી એક વસ્તુ સમજી રાખજો તમારા ભાગ્યમાં લખ્યું છે ને એ કોઈ લઈ નહીં જાય અને જે તમારા ભાગ્યમાં નથી લખ્યું એ તમે લાખ પ્રયત્ન કરશો તોય નહીં આવે આ સિદ્ધાંત છે.