અમરેલીના પ્રગતિશીલ ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતી કરીને લાખોનો નફો રળે છે

અમરેલીના પ્રગતિશીલ ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતી કરીને લાખોનો નફો રળે છે

કુદરતને ખોળે શુદ્ધ વાતાવરણમાં અતિ રળિયામણી દેખાતી આ વાડી ઇંગોરાળાના એક પ્રગતિશીલ ખેડૂતની છે. આ વાડીની અંદર તેમણે ડ્રેગન ફ્રુટ ખેતી શરૂ કરી છે. આ ડ્રેગન ફ્રુટને જોવા અને ખરીદવા અનેક લોકો તો આવી રહ્યા છે, પરંતુ ડોક્ટરો પણ આવી રહ્યા છે. આ ડ્રેગન ફ્રુટમાં ફક્ત ચોમાસાના ચાર મહિનામાં જ સારો એવો પાક આપે છે અને ઉત્પાદન આવે છે. ચોમાસાની ભરપૂર સીઝનમાં પ્રકૃતિ ખૂબ જ ખીલી ઉઠી છે. આવા શુદ્ધ વાતાવરણ અને પ્રકૃતિ ખીલી ઉઠી હોય તેવા વાતાવરણમાં બહારથી આવતા લોકોએ તેમનો આનંદ માણ્યો.

ઉદ્યોગ ક્ષેત્રે કામ કરી રહેલા અશ્વિનભાઈ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી પોતાના વતન ઇંગોરાળામા 15 વીઘા જમીનમાં 4 હજાર જેટલા રોપાને ઉછેર્યા છે. ઉત્પાદનની વાત કરીએ તો એક રોપામાં એક સિઝનમાં 50 કિલોનું ઉત્પાદન થાય છે. જે એક સિઝનના બે લાખ કિલો જેટલું ઉત્પાદન મળે છે અને ભાવની દૃષ્ટિએ વાત કરીએ તો 150 રૂપિયાથી 200 રૂપિયા સુધીના ભાવો તેમને અહીં બેઠા જ મળી જાય છે. જે બે થી અઢી કરોડ રૂપિયાનું ફક્ત ચાર માસમાં જ કમાણી કરી આવક કરી શકાય છે. ગુજરાત બહાર ઓર્ડર ઉપર અહીંથી જ પેકિંગ કરી અને આ ફળ મોકલવામાં આવે છે.

અશ્વિનભાઈ કહે છે કે, અતિ સુંદર અને આકર્ષક દેખાતું અને તમામને જોઈને જ ખાવાનું મન થાય એવું આ ડ્રેગન ફ્રુટ મૂળ કેરલ રાજ્યમાં થાય છે. પરંતુ મારે તો છેલ્લા એકાદ બે વર્ષથી અમરેલી જિલ્લામાં સારું એવું વાવેતર થઇ રહ્યું છે. ડ્રેગન ફ્રુટ નું મહત્વ ખોરાકમાં ખુબજ અનોખું છે. લોહીનુ પ્રમાણ વધારે છે. તે શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે.

દેખાવે સુંદર અને આકર્ષક એક અલગ પ્રકારનું ફ્રુટ કે જેને બહારગામથી લોકો જોવા પણ આવે છે અને ખરીદી પણ કરે છે. ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતનેઘેર બેઠા જ કમાણી થઈ જાય છે. અશ્વિનભાઈ વાડીએ આવનાર તમામ મહેમાનોને પ્રેમથી ડ્રેગન ફ્રુટ ખવડાવે છે.

દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર અમરેલી જિલ્લાના ખેડૂતો પોતાની આવક ડબલ નહિ, પણ દસ ગણી કરી રહ્યા છે. સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રુટની માંગ ખૂબ સારા પ્રમાણમાં છે. ત્યારે અન્ય ખેડૂતો પણ તમને જોવા અને ખરીદવા આવી રહ્યા છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.