બિપોરજોય વાવાઝોડના કારણે વરસાદ થયો છે અને વાવણી પણ કરવામાં આવી છે. હવે મેઘરાજાના આગમનની રાહ જોવાઇ રહી છે. જ્યારે મહારાષ્ટ્રના છેડે ચોમાસું ગૂંચવાઇ ગયું છે. ચોમાસું આગળ વધે તેની રાહ જોવાઇ રહી છે. આ સંજોગોમાં હવામાન નિષ્ણાતૃ અંબાલાલ પટેલે (Ambalal Patel Rain Forecast) કહ્યું છે કે, હવે જલદી ચોમાસું ગુજરાતમાં આવી થશે અને ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી ધમાકેદાર હશે. ભારેથી અતિભારે વરસાદ થશે અને નદીઓ બે કાંઠે વહેતી થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
તેમણે કહ્યું કે, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં 200 એમએમથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. 300 એમએમ ઉપરનો વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલે જણાવ્યું કે, નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. સુરતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. તેમજ દેશના મધ્યભાગોમાં ઓડિશા, છત્તીસગઢના ભાગોમાં ભારે વરસાદ થશે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 25થી 30 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેના કારણે જળસ્તરોમાં વધારો થશે. સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતા રહેશે અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે.