Ambalal Patel અને હવામાન શાસ્ત્રી પ્રમાણે Gujarat માં ક્યારે આવશે ચોમાસું

Posted by

રાજ્યમાં વરસાદની શરૂઆત ક્યારે થશે તેને લઈ અંબાલાલા પટેલે Tv9 સાથે ખાસ વાત કરી અને વરસાદ ક્યાં કારણ થી પાછો ઠેલાયો તે અંગે જાણકારી આપી. તેમણે હિન્દ મહાસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

રાજ્યમાં ચોમાસુ ક્યારે આવશે. રાજ્યમાં વરસાદની શરૂઆત ક્યારે થશે. આ સવાલ અત્યારે સૌ કોઈના મનમાં ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસનું આગમાન થઈ જવુ જોઈતુ હતુ ત્યાં હજી પણ ચોમાસુ અરબી સમુદ્રમાં અટવાયેલુ છે. અંબાલાલા પટેલે (Ambalal Patel) આ અંગે Tv9 સાથે વાત કરી અને વરસાદને લઈ કેવી પરિસ્થિતિ રહેશે તે અંગે જરૂરી બાબતો જણાવી હતી. સામાન્ય રીતે પહેલી તારીખે કેરળમાં ચોમાસાનું આગમન થઈ જતુ હોય છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી એક સિસ્ટમના કારણે ચોમાસુ મોડુ છે.

હાલમાં બે સ્થિતિ છે તેને સમજો એક તો ચોમાસુ અરબી સમુદ્ર સુધી પહોંચી ચુક્યુ છે અને બીજી સ્થિતિ એ છે કે અરબી સમુદ્રમાં જ વાવાઝોડાની એક સિસ્ટમ બની રહી છે. હજી તો આ સિસ્ટમ બની રહી છે મહત્વનુ છે કે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ તો વાવાઝોડામાં પરિવર્તિત થશે. અને જો એવું થયુ તો ચોમાસા પર અસર પહોંચી શકે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં ચોમાસુ મોડુ થયુ તેની પાછળનું કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ છે.

આ અંગે હવામાન એક્સપર્ટ અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતનું ચોમાસુ સ્વતંત્ર ચોમાસુ નથી. અરબ સાગરમાં જે હલચલની અસર જણાય છે, બીજી તરફ બંગાળના ગોળાર્ધની અસર જણાય પરંતુ ખાસ કરીને જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જે સિસ્ટમ બનવી જોઇએ તેમાં કેટલાક ફેરફાર થાય રહ્યા છે જેની અસર જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે ખાસ કહ્યું કે ઉત્તર હિન્દ મહાસાગરમાં સાનુકૂળ પરિસ્થિતિ થશે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત કહી શકાય. જોકે હાલમાં અરબ સાગરમાં હિલચાલને કારણે વરસાદ આવશે પરંતુ આ ચોમાસાની શરૂઆત કહી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *