ખેડૂતો માટે આપ્યા અંબાલાલ પટેલ એ ખુશખબર આવનારા વરસાદ અંગે ખેડૂતોને કર્યા સાવધ, કરી દીધી મોટી આગાહી

ખેડૂતો માટે આપ્યા અંબાલાલ પટેલ એ ખુશખબર આવનારા વરસાદ અંગે ખેડૂતોને કર્યા સાવધ, કરી દીધી મોટી આગાહી

સમગ્ર રાજ્યામાં વરસાદિ માહોલ જામ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે, 20 જુલાઇ બાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે.કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દરિયાકિનારાનાં ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.

રાજ્યમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પડી શકે છે ભારેથી અતી ભારે વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.આ ઉપરાંત દરિયાકિનારે માછીમારોને પણ સાવધ રહેવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ખેડૂતો માટે જણાવ્યું કે, આ વરસાદનું પાણી જમીન પર આવ્યાં પછી કૃષિ માટે સારું ગણાતું નથી. ખાસ કરીને લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નથી. ખેડૂત ભાઇઓએ આંતર ખેડ અને કૃષિ કાર્યો લીલામાં કરે તો પાક પીળો પડી જવાની શક્યતાઓ રહેશે.

ગુજરાતમાં ગઇકાલે 25 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સવારે 8થી 10માં 4 ઈંચ સાથે દિવસ દરમિયાન કુલ 6.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 2.87 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આ વર્ષે 11 જૂનના રોજ ચોમાસાનું આગમન થઇ ગયું હતું. જે બાદ એકપણ સિસ્ટમ નહીં સર્જતાં 21 જૂનથી ચોમાસાનું જોર ઘટવા લાગ્યું હતું અને મેઘરાજાએ વિરામ લઇ લીધો હતો. રાજ્યમાં શનિવાર સુધી મોસમનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ગત વર્ષે 11 જુલાઇ સુધીમાં 26 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો હતો. વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ હવે આખરે ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં અષાઢ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે જેના કારણે ખેડૂતો પણ ખુશ દેખાઇ રહ્યાં છે.

admin

Leave a Reply

Your email address will not be published.