અંબાલાલ પટેલ ની સૌથી મોટી આગાહી, ગુજરાત માં આ શહેરો માં જામશે વરસાદી માહોલ જણીઓ અહીંયા

21 જુલાઈથી ચોમાસુ સક્રિય થાય તેવુ અનુમાન
22 થી 25 જુલાઈ સુધીમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે નોંધનીય છે કે હવે લોકોને ઉકાળાટ બફારાથી લોકોને મુક્તિ મળશે રાજ્યના તમામ ખેડૂતો ખેતી લાયક વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંતે આપ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને 21 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થઈ જશે.
ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શકયતા
જ્યારે 22 થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, આણંદમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી,પોરબંદર,ગીર સોમનાથ,દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન છે કે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ સક્રિય થશે. 21જુલાઈથી ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે. આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે.