વિખ્યાત હવામન શાસ્ત્રી અને જ્યોતિષ તજજ્ઞ અંબાલાલ પટેલે હવામાનને લઈને ફરી એકવાર આગાહી કરી છે. આ આગાહીમાં તેમણે આગામી ઉનાળો, વાવાઝોડું અને ચોમાસાને લઈને રસપ્રદ આગાહીઓ કરી છે. ઉનાળો અને ચોમાસાની સ્થિતિ જાણવા આ વાંચો સંપૂર્ણ લેખ.
કેવી છે અંબાલાલ પટેલની આગાહી
• હાલમાં પૂર્વ ભારતમાં( બંગાળની ખાડીમાં) જોવા મળેલા મોચા વાવાઝોડાને કારણે પશ્ચિમ ભારતમાં ગરમીનો પારો વધી ગયો હતો અને એટલે લોકો ગરમીમાં શેકાયા હતા. સામાન્ય તાપમાન ૪૪ ડીગ્રી જેટલું વધી ગયું હતું.
• અંબાલાલની આગાહી પ્રમાણે હજુ ૨૮ મે થી ૧૦ જુન દરમ્યાન અરબી સમુદ્રમાં ચક્રવાતની અસર જોવા મળશે.
• વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે જેથી ૧૮ મે સુધી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.
• પ્રિ-મોન્સુન એક્ટિવિટી ૨૨મે થી શરૂ થવાની શક્યતા છે.
• પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાથી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે અને તેની અસરથી આંધી, તુફાન અને વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે.
ચાલુ વર્ષે માવઠાનો ઘણો માર જોવા મળ્યો હતો અને બેવડી ઋતુના કારણે લોકો બિમારીમાં સપડાયા હતા. અતિશય ગરમી, ઉકળાટ અને બફારાના કારણે લોકો ભારે આફતમાં મૂકાયા હતા, પણ ચોમાસું જલદી શરૂ થવાના કારણે હવે લોકો આંશિક રાહતનો અનુભવ કરશે.