અંબાલાલ પટેલે કહ્યું કે, 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.
MBALAL RAIN FORECAST AHMEDABAD: ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જુનાગઢ, અમરેલી, નવસારી અને અમદાવાદનાં લોકોને તાજેતરમાં પડેલો વરસાદ હજુ ભુલાયો નથી.

ગુજરાતમાં 27મી જુને ગુજરાતમાં ચોમાસું બેઠું હતું. વાવાઝોડામાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને એ જ ગાળામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યાર પછી સતત અલગ અલગ રાઉન્ડમાં થઈને રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં થવો જોઈએ તેના કરતા વધારે વરસાદ ખાબકી ગયો છે.

ત્રીજા રાઉન્ડમાં ધડબડાટી બોલાવ્યા બાદ ફરી એકવાર બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બહુ જલદી ધડબડાટી બોલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતનાં જાણીતા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.


ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે બંગાળની ખાડીમાં બનેલું વહન ગુજરાત સહિત દેશના ભિન્નભિન્ન ભાગોમાં વરસાદ લાવશે. આ સાથે અરબ સાગરનો ભેજ પણ મળશે અને 30મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના ઘણાં ભાગોને રેલમછેલમ કરી શકે તેવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે

અગાઉ અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 22 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના પણ વ્યક્ત કરી હતી જેમાંથી ઘણી વાતો આ દિવસોમાં સાચી પડી હતી.

હવે 27મી તારીખે પણ વરસાદનું વધુ એક વહન આવવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે

તેમણે જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાની 2થી 4 તારીખ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે

અંબાલાલ પટેલે કહ્યું હતું કે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમના અનુમાન પ્રમાણે સાબરમતી નદી બે કાંઠે થશે. તો સાથે ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં પણ વધારો થશે.

ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.

આગાહી અનુસાર 2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. એટલું જ નહીં ત્યાર પછી 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે.

આંબાલાલ પટેલે તો કહ્યું જ છે કે, 22 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. પણ સાથે સાથે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવે જોવાનું રહેશે કે આ આગાહી કેટલી અસર કરે છે.