અંબાલાલની આગાહી: ચોમાસું કેવું રહેશે? ગરમીમાં રાહત મળશે કે નહિ?

અંબાલાલની આગાહી: ચોમાસું કેવું રહેશે? ગરમીમાં રાહત મળશે કે નહિ?

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું મોચા વાવાઝોડું હાલ નબળું પડી ગયું છે ત્યારે ૨૮મે થી જૂન મહીનાની શરૂઆતમાં અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ અથવા સૌરાષ્ટ્ર તરફ હોઈ શકે છે. તેમણે રોહીણી નક્ષત્ર જોઈને કહ્યું હતું કે જો વરસાદનું આગમન મે મહીનાના અંતમાં રોહીણી નક્ષત્રમાં થયું તો આ વર્ષે ચોમાસું સારું રહેશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ ચાર કે પાંચ દિવસ માવઠાની કોઈ આગાહી નથી. અરબી સમુદ્ર તરફથી આવતાં પવનો પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં ભેજ ખેંચી લાવતાં હોઈ રાજ્યના કેટલાક વિસતારોમાં, ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ સિવાયના રાજ્યના બીજા ભાગોમાં આજે તાપમાનનો પારો એક ડીગ્રી જેટલો ગગળશે અને ગરમીમાં આંશિક રાહતનો અનુભવ થશે.

રાજ્યમાં ગરમીમાંથી તો આંશિક રાહત થશે પણ અતિશય બફારો અને ઉકળાટ યથાવત રહેવાની સંભાવના છે. આજે પણ બફારો અને ઉકળાટ લોકોને પજવશે. અમદાવાદમાં આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન આજે ૪૨ ડીગ્રી સુધી વધી શકે છે. આજે અમદાવાદમાં આકરી ગરમી પડશે. ગઈ કાલે ૪૩.૧ ડીગ્રી સાથે પાટણ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદમાં ૪૨.૭ ડીગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. વડોદરામાં ૪૦.૬ ડીગ્રી જ્યારે રાજકોટમાં ૪૧.૩ ડીગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

જિલ્લાવાર આજે કેટલી ગરમી પડશે?

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજનું ન્યુનતમ તાપમાન ૨૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહેશે. અમદાવાદમાં આજે ભેજનું પ્રમાણ ૪૨% જેટલું રહેવાની સંભાવના છે. અમરેલી જિલ્લાની વાત કરીએ આજે અહીં ન્યુનતમ તાપમાન ૨૬ ડીગ્રી અને દિવસનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ ૪૦% રહેશે.

આજે આણંદ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરા જિલ્લાનું દિવસનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી જેટલું રહેશે. જ્યારે અરવલ્લી જિલ્લાનું તાપમાન ૨૬ ડીગ્રી થી ૪૧ ડીગ્રી રહેવાનું અનુમાન છે. બનાસકાંઠાનું ન્યુનતમ તાપમાન આજે ૨૮ ડીગ્રી અને દિવસનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી રહેશે. અહીં ભેજનું પ્રમાણ ૪૬% રહેવાની સાથે અસહ્ય બફારા અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે.

ભરુચ જિલ્લાનું તાપમાન આજે ૩૮ ડીગ્રી રહેશે. જ્યારે ભાવનગરનું તાપમાન આજે આશ્ચર્યજનક રીતે ૨૭ ડીગ્રીથી વધીને ૪૩ ડીગ્રી સુધી જઈ શકે છે. જ્યારે છોટા ઉદેપુરનું તાપમાન ૪૦ ડીગ્રી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દહોદ જિલ્લામાં આજે ૩૯ ડીગ્રી તાપમાન રહેશે. ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લામાં આજે ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. જ્યારે જામનગરમાં ૪૦ ડીગ્રી સુધી ગરમીનો પારો ચઢી શકે છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો આજે અહીંનું મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી રહેશે, જ્યારે વલસાડ જિલ્લામાં આજે ૩૪ ડીગ્રી ગરમી નોંધાઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *