અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા એક કેસ મામલાની સુનાવણી દરમિયાન ગાયને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે ગૌરક્ષાને કોઈપણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી. ગાયને હવે એક રાષ્ટ્રીય પશુ જાહેર કરી દેવી જોઈએ. કેન્દ્રએ આ મામલે વિચાર કરવાની જરૂર છે. ઉલ્લેખનિય છે કે બુધવારે કો જાવેદ નામના વ્યક્તિની અરજી રદ્દ કરતા હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી. જાવેદ ઉપર ગૌહત્યા નાકામ અધિનિયમની કલમ 3, 5 અને 8 મુજબ આરોપ લાગ્યા છે. એવામાં હવે કોર્ટે અરજીકર્તાની અરજી રદ્દ કરતા કહ્યું કે ગૌરક્ષા કોઈ એક ધર્મની જવાબદારી નથી. ગાય આ દેશની સંસ્કૃતિ છે અને તેની સુરક્ષા દરેક વ્યક્તિની જવાબદારી છે. પછી તમે ભલેને ગમે તે ધર્મ સાથે જોડાયેલા હોય.
જસ્ટિસ શેખર કુમારે આ નિર્ણય સંભળાવતા કહ્યું કે – સરકાર હવે સદનમાં એક બિલ લાવવું જોઈએ. ગાયને પણ તેના મૂળભૂત અધિકાર મળવા જોઈએ છે. સમય આવી ગયો છે કે હવે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે. હવે જે પણ લોકો ગાયને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે કે હેરાન કરવાનો પ્રયત્ન કરે તેની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ.
સુનાવણી દરમિયાન જજે ભારપૂર્વક કહ્યું કે, જ્યાં સુધી દેશમાં ગાયોને સુરક્ષિત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશનો વિકાસ પણ અધુરો રહી જશે. નિર્ણય સંભળાવતા વધુમાં કહ્યું કે – ભારત જ એક એવો દેશ છે કે જ્યાં દરેક ધર્મના લોકો સાથે રહે છે. જ્યાં દરેક અલગ અલગ પૂજા કરે છે પરંતુ તો પણ દરેક વ્યક્તિ દેશ પ્રત્યે એક સમાન વિચાર ધરાવે છે. એવામાં કોર્ટે અરજીકર્તાની અરજી રદ્દ કરતા કહ્યું કે – કેટલાક લોકો આ ગુનો કરીને દેશને તોડાવનો અને નબળો પાડવાનો પ્રયાસ કરે છે. તેવા લોકોના વિચાર દેશ હિતમાં હોતા નથી. એટલા માટે આ અરજીને રદ્દ કરવામાં આવે છે.