આપણા સ્વભાવે આખી દુનિયા ને માનવ લોભનો ભોગ બનવું પડે છે. તાજેતરનો મામલો આર્જેન્ટિના નો છે, જ્યાં દક્ષિણ પેટાગોનિયા ક્ષેત્રમાં એક વિશાળ તળાવનું આખું પાણી ગુલાબી થઈ ગયું છે. નિષ્ણાતો અને પર્યાવરણીય કાર્યકરો કહે છે કે તળાવ ગુલાબી થવાનું કારણ એક રસાયણ છે જેનો ઉપયોગ લોબસ્ટરની( મત્સ્ય ઉદ્યોગ )નિકાસ માટે થાય છે.
નિષ્ણાતો કહે છે કે આ તળાવના પાણીનો રંગ સોડિયમ સલ્ફેટને કારણે ગુલાબી થઇ ગયો છે, જે માછલીની ફેક્ટરીઓમાં વપરાતી એન્ટિબેક્ટેરિયલ પ્રોડક્ટ છે. ચુબુત નદીને પ્રદૂષિત કરવા માટે તેના વેસ્ટ મટિરિયલને જવાબદાર ગણવામાં આવે છે. આ નદીનું પાણી લેક કોર્ફો નામ ની જીલ અને પાણીના અન્ય સ્ત્રોતોમાં જાય છે.
કંપનીની બેદરકારીનો શિકાર તળાવ બન્યું હતું
સ્થાનિકો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કે નદી અને તળાવની આસપાસ પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પર્યાવરણ કાર્યકર્તા પાબ્લો લાડાએ કહ્યું કે જેમની પાસે પર્યાવરણ બચાવવાની જવાબદારી છે તેઓ લોકોને ઝેર આપી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તળાવ ગયા અઠવાડિયે ગુલાબી થઈ ગયું હતું.
લોકોએ જણાવ્યું કે રવિવાર સુધી આ નદીનું પાણી ગુલાબી હતું. તે નજીકના શહેરમાં રહે છે. પર્યાવરણ ઇજનેર ફેડરિકોએ જણાવ્યું હતું કે સોડિયમ સલ્ફેટના કારણે આ પાણીનો રંગ ગુલાબી છે. તેમણે કહ્યું કે કાયદા મુજબ માછલીનો કચરો નદી કે પાણીમાં છોડતા પહેલા તેને સાફ કરી લેવો જોઈએ. તળાવ પાસે આવેલી કંપની કાયદાનું પાલન કરતી નથી.