આખી દુનિયામાં રહેવા માટે સસ્તો છે આ દેશ, જુઓ ભારત કયા નંબરે

આખી દુનિયામાં રહેવા માટે સસ્તો છે આ દેશ, જુઓ ભારત કયા નંબરે

આખી દુનિયાની દ્રષ્ટિએ પાકિસ્તાન રહેવા માટે સૌથી સસ્તો દેશ જાહેર થયો છે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી ફારુખ હબીબે વિશ્વ જનસંખ્યા સમીક્ષા સૂચકાંકની વાર્ષિક રિપોર્ટ શેર કરી છે. જેના અનુસાર 2021માં પાકિસ્તાનમાં કોસ્ટ ઓફ લિવિંગ સૌથી ઓછી છે. કોઈપણ દેશની કોસ્ટ ઓફ લિવિંગ ત્યાં આરામથી રહેવા માટે જરૂરી ખર્ચ વિશે જણાવે છે. જેમકે રહેવાનું ભાડુ, રાશન, ટેક્સ અને હેલ્થ કેયર જેવી પાયાની બાબતોના ભાવના આધારે તમે નક્કી કરી શકો કે તે દેશ રહેવાની દ્રષ્ટિએ તમારા માટે રિઝનેબલ છે કે નહીં.

અમુક દેશોમાં રહેવાનો ખર્ચો ખૂબ વધારે હોય છે.

ખાસ કરીને અમેરિકાના મોટા શહેરોની આસપાસના ક્ષેત્રોમાં. ન્યૂયોર્ક અને સેનફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં રહેવાનો ખર્ચો સૌથી વધારે હોય છે. બીજી તરફ અમુક દેશોમાં રહેવાનો ખર્ચ ખૂબ જ ઓછો હોય છે અને લોકો પોતાના બજેટના હિસાબે રહેવા માટે આ દેશોમાં જવાનું પસંદ કરે છે. વિશ્વ જનસંખ્યા સમીક્ષા સૂચકાંક અનુસાર, પાકિસ્તાન 18.52 ઈન્ડેક્સની સાથે સૌથી સસ્તો દેશ છે. ત્યાર પછી અફઘાનિસ્તાન અને ભારતનો નંબર આવે છે. રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 24.51 છે. જ્યારે ભારતની કોસ્ટ ઓફ લિવિંગ 25.14 છે. ભારત પછી સીરિયા ચોથો સૌથી સસ્તો દેશ છે.

ઉજ્બેકિસ્તાનની ઈન્ડેક્સ – 30.25, નેપાળ- 30.69, નાઇજીરિયા- 31.75, વિયેતનામ- 38.72, મલેશિયા- 39.46 અને બ્રાઝિલની કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 42.64 છે. રિપોર્ટમાં કેમૈન આઇલેન્ડ અને બરમૂડાને રહેવા માટે સૌથી મોંઘા દેશ જણાવવામાં આવ્યા છે. કેમૈન આઈલેન્ડની કોસ્ટ ઓફ લિવિંગ 141.64 જ્યારે બરમૂડાની 138.22 છે. પાકિસ્તાનમાં દૈનિક વસ્તુઓની કિંમતો સ્થિર જણાવાઇ છે. જેને લીધે તે દુનિયાનો સૌથી સસ્તો દેશ સાબિત થયો છે. અહીં રહેવા માટેનું ભાડુ, લોકોની ખરીદવાની આર્થિક ક્ષમતા, ગ્રાહક મૂલ્ય અને રાશન સૂચકાંક સામેલ છે.

દુનિયાભરમાં દૈનિક વસ્તુઓની કિંમતોમાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો છે. કોરોના મહામારીના કારણે દુનિયાની સૌથી સંપન્ન અર્થવ્યવસ્થાઓ પર પણ અસર પડી છે. જેના કારણે દેશોના પ્રતિ વ્યક્તિની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. સંયુક્ત ખાદ્ય અને કૃષિ સંગઠનની રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે વિશ્વ ખાદ્ય કિંમતોમાં માસિક આધાર પર વૃદ્ધિ થઇ શકે છે. જેમાં અનાજ, તેલ, ડેરી ઉત્પાદન, માંસ અને ખાંડમાં માસિક કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે કોરોનાને કારમે ઘણાં દેશોમાં જરૂરી ખાદ્ય પદાર્થોની કિંમતો વધુ જોવા મળી.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.