આખા વરસનો સૌથી શ્રેષ્ઠ અને શુભ દિવસ એટલે અક્ષય તૃતીયા નો દિવસ મિત્રો અક્ષય તૃતીયાને અખાત્રીજ ના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો અખાત્રીજના દિવસની ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ સારા કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી એટલે કે આ દિવસ એટલો પવિત્ર અને શુદ્ધ હોય છે કે આ દિવસે કોઈપણ શુભ કાર્ય તમે કરી શકો છો.
તો મિત્રો આજના આ લેખમાં આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમુક એવા ઉપાય બતાવીશું જેનાથી આપણને ખૂબ જ ફાયદો થશે. મિત્રો આજના દિવસે આપણે નવું ઘર ખરીદી શકીએ છીએ, નવી ગાડી ખરીદી શકીએ છીએ અથવા તો કોઈ પણ નવા શુભ કાર્યની શરૂઆત અખાત્રીજના દિવસે કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
અને આ દિવસે કોઈ પણ પ્રકારના ચોઘડિયા જોવાની જરૂર નથી. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે જો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું મળે છે. મિત્રો હિન્દુ ધર્મના લોકો માટે અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે
આ દિવસ લગ્ન કરવા માટે અને ઘરેણાં ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પુરાણોમાં એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જો માતા લક્ષ્મીની ચાંદીની પાદુકાઓ લેવામાં આવે અને આ પાદુકાનોનું વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ દિવસે જે કંઈ પણ કામ કરવામાં આવે છે તેમાં બરકત આવે છે, અને આ દિવસે સારું કાર્ય કરવાનું ફળ પણ સારું મળશે. મિત્રો આ દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરીને ગરીબ અથવા બ્રાહ્મણ લોકોને દાન-પુણ્ય કરવા માં આવે તો તેના લીધે આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
અને તે અનેક ઘણું ફળ આપનાર પણ હોય છે. મિત્રો આ દિવસે દાન કરવાના અનેક ઘણો મહિમા હોય છે. જાણતા-અજાણતા આપણા થી કોઈ પાપ થઈ ગયા હોય તો આપણને પુણ્ય રુપી પુંજી તરીકે મળે છે. અને આ દિવસે તમે જેટલું દાન કરો છો તેનું અનેક ગણું પુણ્ય આપણને મળે છે.જો તમારા ઘર આગળ તુલસીનો છોડ હોય તો અખાત્રીજના દિવસે સાંજે તુલસીના છોડ આગળ એક દીવો પ્રગટાવી દેજો . મિત્રો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે.
તમારી પાસે ઘરે ગાય હોય તો અખાત્રીજના દિવસે આ ઉપાય કરી નાખો. મિત્રો અખાત્રીજના દિવસે સવારે અથવા સાંજે તમારા ઘરે બનતી પહેલી રોટલી ગાયને ખવડાવી દેજો. મિત્રો આ રોટલી પર ઘી લગાવી તેમાં થોડો ગોળ ઉમેરી અને પછી એ રોટલી તમે ગાયને ખવડાવી દેજો,
અખાત્રીજના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા ઘર પરિવાર પર ધનની વર્ષા કરશે. મિત્રો અખાત્રીજના દિવસની ખુબ જ પવિત્ર અને શુદ્ધ દિવસ માનવામાં આવે છે માટે મિત્રો આજના દિવસે તમે આ ઉપાય કરી લેજો તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે,અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવાર પર બન્યા રહેશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નું વાતાવરણ બની રહેશે.