અમદાવાદ મ્યુનિસિપાલિટી (AMC)માં નોકરીઓની સુવર્ણ તક, પગાર ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૭૦૦/- રૂપિયા . જો જો હાથમાંથી ના જાય?

અમદાવાદ મ્યુનિસિપાલિટી (AMC)માં નોકરીઓની સુવર્ણ તક, પગાર ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૭૦૦/- રૂપિયા . જો જો હાથમાંથી ના જાય?

અમદાવાદ મ્યુનિસિલિટી (AMC) દ્વારા વિવિધ વિભાગો પર ૩૬૮ જેટલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે અને અરજીઓ મંગાવી છે. પગારધોરણ:- ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૭૦૦/- રૂપિયા. AMC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઘણી મોટી ભરતી છે અને વર્ષોથી નોકરીઓની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક સમાન છે. ઉપરોક્ત જગ્યાઓની ભરતી અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા ચાલતા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે. આ બધી સરકારી નોકરીઓ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવશે અને સરકારના ધારાધોરણ પ્રમાણે ઉચ્ચ પગાર આપવામાં આવશે.

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અને AMC ના માધ્યમથી હેલ્થ વિભાગમાં વિવિધ પ્રકારની નોકરીઓની તક ઊભી થઈ છે જે માટે નિયત લાયકાત ધોરણે અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો પાસેથી તા:- ૧૫/૦૫/૨૦૨૩ થી ૦૫/૦૬/૨૦૨૩ દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી છે. ત્યારબાદ અરજી કરી શકાશે નહી, તેથી દરેક ઉમેદવારો પોતાની લાયકાત અનુસાર સમયસર અરજી કરીને આ નોકરીની આ સુવર્ણ તકને ઝડપી લેવી.

કયાં વિભાગમાં કેટલી જગ્યાઓ અને તેને અનુરૂપ શૈક્ષણિક લાયકાત

1) ગાયનેકોલોજિસ્ટ :- કુલ જગ્યા:- ૧૧

શૈક્ષણિક લાયકાત:- MD (Gynaecology) or PG Diploma in Gynaecology
પગારધોરણ:- ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૭૦૦/- રૂપિયા

2) પીડીયાટ્રીશીયન :- કુલ જગ્યા:- ૧૨

શૈક્ષણિક લાયકાત:- MD (Paediatrics) or PG Diploma in Paediatrics
પગારધોરણ:- ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૭૦૦/- રૂપિયા

3) મેડીકલ ઓફીસર :- કુલ જગ્યા:- ૪૬ ,

શૈક્ષણિક લાયકાત:- માન્ય યુનિ. માંથી MBBS or Internship pass
પગારધોરણ:- ૫૩,૧૦૦/- થી ૧,૬૭,૮૦૦/- રૂપિયા

4) એક્સ રે ટેક્નીશીયન :- કુલ જગ્યા:- ૦૨

શૈક્ષણિક લાયકાત:- B.Sc with Physics & X- Ray Technician Course
પગારધોરણ:- ૩૫,૪૦૦/- થી ૧,૧૨,૪૦૦/- રૂપિયા

5) લેબ ટેક્નિશીયન :- કુલ જગ્યા:- ૩૪

શૈક્ષણિક લાયકાત:- B.Sc with Biochemistry or Microbiology with chemistry as main subject
ઉમેદવારે માન્ય સંસ્થામાંથી લેબ. ટેક્નીશીયનનો કોર્સ કરેલો હોવો જોઈએ.
પગારધોરણ:- ૨૯,૨૦૦/- થી ૯,૨૩,૦૦૦/- રૂપિયા

6) ફાર્માસિસ્ટ :- કુલ જગ્યા:- ૩૩

શૈક્ષણિક લાયકાત:- માન્ય સંસ્થાના રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ
પગારધોરણ:- ૨૯,૨૦૦/- થી ૯,૨૩,૦૦૦/- રૂપિયા

7) સ્ટાફનર્સ :- કુલ જગ્યા:- ૦૯

શૈક્ષણિક લાયકાત:- માન્ય સંસ્થાના રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ
પગારધોરણ:- ૨૯,૨૦૦/- થી ૯,૨૩,૦૦૦/- રૂપિયા

8) ફીમેલ હેલ્થ વર્કર:- કુલ જગ્યા:- ૫૫

શૈક્ષણિક લાયકાત:- માન્ય સંસ્થામાંથી A.N.M / FHW, ધો. ૧૧/૧૨માં કોમ્પ્યુટર વિષય અથવા કોઈ પણ કોમ્પ્યુટર સર્ટિફિકેટ
પગારધોરણ:- ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- રૂપિયા

9) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર:- કુલ જગ્યા:- ૧૬૬

માન્ય સંસ્થામાંથી R.N.R.M / FHW/ A.N.M, ધો. ૧૧/૧૨માં કોમ્પ્યુટર વિષય અથવા કોઈ પણ કોમ્પ્યુટર સર્ટિફિકેટ પગારધોરણ:- ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- રૂપિયા

અમદાવાદ મ્યુનિસિપાલીટી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઘણી મોટી ભરતી છે. આ સુવર્ણ તક સમાન નોકરી માટે આજે જ એપ્લાય કરો. અરજી કરવા માટે ઉમેદવારે વેબસાઈટ https://www.ahmedabadcity.gov.in પર જવાનું રહેશે. ત્યાં ઉમેદવારે માગવામાં આવેલી બધી વિગતો ભરીને ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. યાદ રાખો આ ફોર્મ માત્ર તારીખ:- ૦૫/૦૬/૨૦૨૩ સુધી જ ભરી શકાશે. એટલે આજે જ આ નોકરી માટે એપ્લાય કરો અને પોતાની ઉમેદવારી નોંધાવો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *