ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં 12મી સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ

ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં 12મી સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ

દક્ષિણ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સરક્યુલેશનના કારણે ગુજરાતના (heavy rainfall in Gujarat) મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ (Gujarat weather forecast) તરફથી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel weather forecast) જણાવ્યુ છે કે, અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ રહે. આગામી 12મી તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત વગેરે ભાગોમાં અતિ ભારે વરસાદ લગભગ 10 ઈંચ ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. આ સાથે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

અંબાલા પટેલે વધુમાં જણાવતા કહ્યું હતુ કે, તારીખ 11 અને 12ની આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં બીજું હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા છે. જેના કારણે 11-12 તારીખની આસપાસ પુનઃ વરસાદનો રાઉન્ડ લાંબો રહેશે. જેથી તાપી અને નર્મદાના જળસ્તરમાં વધારો થશે. 13મી સપ્ટેમ્બર પછી થતો વરસાદ કૃષિ માટે સારો ગણાય.

ગઇકાલે સૂત્રાપાડામાં સૌથી વધુ 10 ઈંચ, માણાવદરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ રાત્રિના આઠ સુધીમાં 1 ઈંચથી 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે કૃષિક્ષેત્રે વ્યાપક રાહત પહોંચી છે. તેમજ જળાશયોમાં પણ નવા નીર આવવાના શરૂ થયા હતા. આ સાથે માણાવદરમાં 7 ઈંચ અને તમામ તાલુકામાં 3થી 6 ઈંચ, સોમનાથ જિલ્લામાં 4થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published.