અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી. અહીં તાલિબાને કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ કેટલાક પાકિસ્તાનીઓના હાથમાં દેશ છોડીને ભાગી ગયા છે. મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો બેઘર થયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે તાલિબાન પાકિસ્તાનને ફન્ડિંગ કરી રહ્યું છે. તમામ ઈન્ટરનેશનલ સર્વિસ પણ અફઘાનિસ્તાનમાં બંધ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર અહીંની ઘણી તસવીર અને વીડિયો બહાર આવી રહ્યાં છે. જોકે સૌથી નવાઈ પમાડે એવી વાત તો એ છે કે અહીંના જાણીતા સિંગરે તાલિબાનની ડરથી ગાવાનું છોડીને શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે. આ સિવાય ત્યાંની સૌથી મોટી પોપ સ્ટાર અરિયાના સઈદે પણ દેશ છોડી દીધો છે.
હબીબુલ્લાહ શાબાબને છે તાલિબાનનો ડર
હવે તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો થયાના એક સપ્તાહ પછી જાણીતા સિંગર હબીબુલ્લાહ શાબાબ પણ તાલિબાનના ડરમાં જીંદગી વીતાવી રહ્યાં છે. પોતાના અવાજથી લોકોનું મનોરંજન કરનાર હબીબુલ્લાહ શબાબ ગાવાનું છોડીને હવે શાકભાજી વેચવા લાગ્યા છે. તેમણે કહ્યું કે હવે તે ગાયનો ગાવવા માંગતા નથી. હવે તે માત્ર પોતાના નાના બિઝનેસ પર જ સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે.
તાલિબાનની સત્તા પછી હબીબુલ્લાહ શાકભાજી વેચે છે
તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે ત્યારથી હબીબુલ્લાહ શબાબ શાકભાજી વેચવાનું કામ કરવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે હબીબુલ્લાહ શબાબ, હેલમેંડના લીડિંગ આર્ટિસ્ટ અને સિંગર છે. તેમનો અવાજ ઘણો સરસ છે. તેમણે તાજેતરના ઈન્ટરવ્યુંમાં એ વાત જણાવી નથી કે અંતે સિંગિંગમાંથી બિઝનેસ તરફ જવાનો રસ્તો શાં માટે પસંદ કર્યો.
સિંગિંગ બિઝનેસ ઠપ થઈ રહ્યો છે
જોકે તાલિબાનના કબજા પછીથી જે રીતે આર્ટિસ્ટ ત્યાંથી ભાગે છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે પોતાના હુનરને છોડીને લોકો બસ શાંતિથી જીંદગી જીવવા માંગે છે.
કાબુલ પર તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે અને હવે લોકો સિંગિંગમાંથી બાકીના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે. ત્યાં સિંગિંગ બિઝનેસ સપૂર્ણ રીતે ઠપ થતો દેખાઈ રહ્યો છે.
પોપ સ્ટાર અરિયાના સઈદે દેશ છોડ્યો
સોશિયલ મીડિયા પર લોકો અન્ય દેશોમાંથી તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી રહ્યાં છે. બોલિવૂડ સેલેબ્સ પણ તેના પગલે સતત ટ્વિટ્સ કરી રહ્યાં છે અને કાબુલ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. તાલિબાનનો કાબુલ પર કબજો થયા પછી અહીંની સ્થિતિ સારી નથી. લોકો ડરેલા છે. ઘણા લોકો તો દેશ છોડીને ચાલ્યા પણ ગયા છે. ત્યાંની સૌથી મોટી પોપ સ્ટાર અરિયાના સઈદે પણ દેશ છોડી દીધો છે. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગે જણાવ્યું હતું.
તાલિબાને અગાઉ મહિલાઓના કામ પર પ્રતિબંધ લગાવ્યો હતો
હવે તેણે કાબુલ છોડવાના ડરાવનારા અને દર્દ ભર્યા અનુભવ વિશે જણાવ્યું છે. તેણે વધુમાં કહ્યું કે 14 ઓગસ્ટે એક કોલ આવ્યો હતો, જેમાં તેને ચેતવણી આપવામાં આવી હતી કે તાલિબાન કાબુલ પર કબજો કરી રહ્યાં છે. અગાઉ જ્યારે તાલિબાને 1996થી 2001 સુધી સત્તા સંભાળી હતી તો તેમણે મહિલાઓના કામ અને સ્કુલ પર બેન લગાવી દીધો હતો.