અફઘાનિસ્તાનના એરપોર્ટનો Viral Video, ડરેલા લોકો ઘેટા બકરાની જેમ પ્લેનમાં ચઢવા મજબૂર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગઈકાલે તાલિબાનના હથિયારધારી ઘુસી આવ્યા હતા. એક દેશ જે છેલ્લા 40 વર્ષથી યુ-દ્ધની સ્થિતિમાં છે તેની રાજધાનીમાં 21મી સદીમાં મહાસત્તાઓના મૌન વચ્ચે આ-તંકનો ખેલ ખેલાઈ ગયો. બં-દૂક અને ત-લ-વા-રના જોરે સત્તા હસ્તાંતરણ કરાયું. ત્યારબાદ શહેરમાં ડ-રનો માહોલ છે. અફઘાનિસ્તાનના કાબુલના એરપોર્ટનો વીડિયો વાયરલ થયો છે. લોકો પ્લેનમાં બેસવા માટે ઘેટા બકરાની જેમ ટોળે વળી રહ્યા છે. તાલિબાનના ડ-રનો માહોલ છે.
કબજો કરી લીધા બાદ લોકોએ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની પર ગુ-સ્સો ઠાલવી રહ્યા છે. આ ગુસ્સાની ઝલક ત્યારે જોવા મળી જ્યારે ભારતમાં અફઘાનિસ્તાન દૂતાવાસના ટ્ટિટર હેન્ડલને કથિત રીતે હેક કરીને ગનીની નિંદા કરવામાં આવી. જોકે, બાદમાં આ ટ્વીટ હટાવી દેવામાં આવ્યું હતું. ભારતમાં અફઘાન દૂતાવાસ ના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, “અમારું મસ્તક શરમથી ઝૂકી ગયું છે. અશરફ ગની પોતાના ચમચા સાથે ફરાર થઈ ગયા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો
અફઘાન નાગરિકો છોડી રહ્યા છે દેશ
દેશ છોડવા વિમાનમાં ભારે ભીડ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ pic.twitter.com/1SrZUCujzR— News18Gujarati (@News18Guj) August 16, 2021