આ આદતો છે ખતરાની ધંટી! આજે જ છોડી દેજો નહીતર રહસ્યમય સંજોગોમાં થઇ શકે મોત

આ આદતો છે ખતરાની ધંટી! આજે જ છોડી દેજો નહીતર રહસ્યમય સંજોગોમાં થઇ શકે મોત

આપણે સૌ જાણીએ છીએ કે ખરાબ આદત એક સમય પછી હેલ્થને નુકસાન પહોંચાડે છે. કેટલીક આદતો ઘાતક સાબિત થઇ શકે છે માટે શક્ય હોય તેટલી જલ્દી આ ખરાબ આદતોને છોડી દેવી જોઇએ.

ખરાબ આદતો આજે જ છોડી દેજો

રહસ્યમય સંજોગોમાં થઇ શકે મોત

એક્સપર્ટની સલાહ માનવી જરૂરી

સ્કિન કેન્સર

ડૉક્ટર કહે છે કે સૂર્યના કિરણોમાં સતત રહેવાથી મોલાનોમા જેવા સ્કિન કેન્સરનો ખતરો વધે છે. સામાન્ય રીતે ગોરી ત્વચાના લોકોને અને પરિવારમાં કેન્સરની સમસ્યા હોય તેવા લોકોએ સાવધાન રહેવું જોઇએ.

હીટસ્ટ્રોક

વધારે ગરમ તાપમાનમાં એક્સરસાઇઝ કરવાથી હીટસ્ટ્રોકનો ખતરો રહે છે. એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે શરીરનું ટેમ્પ્રેચર વધે છે તો સ્કીનમાં વધારે બ્લડ સર્ક્યુલેટ થવા લાગે છે. જેનાથી માંસપેશીઓને પર્યાપ્ત લોહી નથી મળી શકતું. તેના કારણે હીટસ્ટ્રોકની સમસ્યા વધી જાય છે.

હોર્મોનલ હેલ્થ

કેટલાક લોકોને સવારે બ્રેકફાસ્ટ કરવાની આદત નથી હોતી પરંતુ મોર્નિંગ ડાયટ ન લેવાથી તમારી હેલ્થ પર ખરાબ અસર થાય છે. આવું કરવાથી હોર્મોનલ હેલ્થ, મેમરી, હ્યુમર અને મૂડ પર ખરાબ અસર પડે છે.

પાચનતંત્ર પર ખરાબ અસર

એક્સપર્ટ કહે છે કે ડિનર હળવું લેવું જોઇએ, લંચ અને બ્રેકફાસ્ટ હેવી લેવો જોઇએ. રાત્રે જમવામાં હળવો ખોરાક નહી લો તો પચવામાં તકલીફ થશે.

દાંતની તકલીફ

ડૉક્ટર કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના દાંતનું ધ્યાન રાખવું જોઇએ. આ માત્ર તમારી ખુબસુરતીને ગ્રહણ લગાવી શકે છે તેવું નથી તે સિવાય મોઢાની દુર્ગંધ અને પેઢામાં દુઃખાવો પણ કરી શકે છે.
પેન કિલર્સનો વધારે પ્રમાણમાં ઉપયોગ ન કરવો જોઇએ. લાંબા સમય સુધી તેનો ઉપયોગ હેલ્થ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. પેનકિલર્સ વધારે લેવાથી અલ્સર, હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંધિત સમસ્યા વધી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published.