અચાનક થતી શરદી-ઉધરસ-કફને 3 દિવસની અંદર મટાડવા હોઈ તો બસ આટલું કરો

અચાનક થતી શરદી-ઉધરસ-કફને 3 દિવસની અંદર મટાડવા હોઈ તો બસ આટલું કરો

ઠંડીની ઋતુ શરૂ થતા જ જે સમસ્યાથી લોકો સૌથી વધુ હેરાન પરેશાન થાય છે તે છે શરદી-કફ, ઉધરસ. શરદી થાય કે માથાનો દુ:ખાવો, શરીરનું કળતર પણ શરૂ થઈ જાય છે.

લોકો જલદી રાહત મેળવવા માટે જાત જાતની દવાઓ ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ આજે અહીં તમને એક એવા ચમત્કારિક ઉકાળા અંગે જણાવીશું જે અસરકારક દવા તરીકે કામ કરે છે. આ સાથે જ તેના પીવાથી કોઈ આડઅસર પણ થતી નથી.

ઉકાળો બનાવવા માટે શું જોઈએ?

આ ઉકાળા માટે ડુંગળી, લીંબુનો રસ, લસણની કળીઓ અને પાણીનો ઉપયોગ થાય છે.

આ ઉકાળાના ઉપયોગથી છાતીમાં જામેલો કફ સરળતાથી નીકળે છે અને ઈમ્યુનિટી સિસ્ટમ મજબુત બને છે.

કેવી રીતે બનાવશો

અડધી ડુંગળી,2 ચમચી લીંબુનો રસ અને 4-5 લસણની કળીઓને મિક્સરના બાઉલમાં લઈ લો.

તેને લગભગ 1 મિનિટ સુધી ચલાવો. ગેસ પર એક પેન લઈને પાણી નાખી ઉકાળો.

ઉકળતા પાણીમાં પીસેલી સામગ્રી ભેળવો અને પકાવો. થોડીવાર બાદ તેને નીચે ઉતારીને પાણી ગાળી લો. આ ઉકાળો સવારે અને રાતે ભોજન બાદ પીવો. બે જ દિવસમાં કુદરતી રીતે શરદીમાં રાહત મળશે.

આ બાબતનું ધ્યાન રાખો આ ઉકાળાનું સેવન કરતી વખતે થોડી ચરી પાળવી પડશે. કોલ્ડ ડ્રિંક અને તળેલી વસ્તુઓની સેવન ન કરવું.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *