સામાન્ય રીતે દરેક ઘરમાં દરરોજ રોટલી બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનું મન ભરાતું નથી. બજારમાં મળતી વાનગીઓ સ્વાદિષ્ટ કેમ ના હોય, તમે તેને રોજ ખાઈ શકતા નથી. કેટલાક લોકોનું રોટલી ખાધા વગર પેટ ભરાતું નથી. પરંતુ કેટલાક લોકો જાણે અજાણે રોટલી ખાવામાં એવી ભૂલો કરે છે, જેની ખરાબ અસર સ્વાસ્થ્ય પર પડે છે.
આજેના સમયમાં લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે એક્સરસાઈઝ, રનિંગ અને યોગા કરે છે. કેટલાક લોકો પોતાનું વજન ઘટાડવા માટે ડાયટિંગનો પણ સહારો લેતા હોય છે. એવામાં તેઓ ભાતનું સેવન બંધ કરી દે છે અને તેની જગ્યાએ રોટલી ખાવા લાગે છે. મોટાભાગે લોકોના મનમા છે કે, રોટલી ખાવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.
ત્રણ ટાઈમ રોટલી ખવાથી વધે છે વજન
જો તમે એક દિવસમાં ત્રણ વખત એટલે કે, સવારે, બપોરે અને સાંજના સમયે રોટલી ખાઓ છો તો તમે 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ પ્રાપ્ત કરો છો. સામાન્ય રીતે માણસને એક દિવસમાં માત્ર 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટની જરૂરિયાત હોય છે. વધારે કાર્બોહાઇડ્રેટ મેળવવાથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધવા લાગે છે.
વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
રોટલીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક હોય છે. રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેનાથી પાચન ક્રિયા વધુ મજબૂત બને છે. સાથે જ રોટલી ખાવાથી શરીરમાં લોહી પણ સાફ થાય છે, પરંતુ જરૂરિયાત કરતા વધારે રોટલી ખાવાથી શરીરમાં ઝેર બનવા લાગે છે.
વધારે રોટલી ખાવાથી પાચન ક્રિયા થયા છે ખરાબ
વધારે રોટલી ખાવાથી શરીરમાં ઓક્સલેટ બનવા લાગે છે. તેના કારણે તમે કોઈ પણ ગંભીર બીમારીનો શિકાર બની શકો છો. સાથે જ વધારે રોટલી ખાવાથી તમારી પાચન ક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. જેના કારણે ગેસ, કબજિયાત અને બળતરાની સમસ્યા થવા લાગે છે.
વધારે રોટલી ખાધા બાદ એક્સરસાઈઝ જરૂરી
દરરોજ અક્સરસાઈઝ કરતા લોકોને વધારે રોટલી ખાવાથી કોઈ નુકસાન થતું નથી. રોટલીમાંથી મળતું કાર્બોહાઈડ્રેટ તમને ઇનર્જી આપવાનું કામ કરે છે. તેના કારણે તમે લાંબા સમય સુધી વર્કઆઉટ કરી શકો છો.
તમારા ડાયટમાં રોટલીની સાથે ભાતને પણ સામેલ કરો. બેલેન્સ્ડ ડાયટ માટે દહી અને સલાડ પણ ખાઓ.