ખાસ કરીને સેક્સને લઇને ઉંમરથી જો઼ડાયેલી કેટલીક વાતો હોય છે જે અંગે દરેક લોકો જાણવા માંગે છે. જ્યારે આપણા ત્યા ખાસ કરીને લોકો એવું માને છે કે સેક્સની મજા માત્ર યુવાઓ લઇ શકે છે. જ્યારે એવું બિલકુલ પણ નથી, તમે 50ની ઉંમર બાદ પણ સેક્સની મજા લઇ શકો છો. જોકે, વધતી ઉંમરમાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેથી પુરૂષ અને મહિલાઓ સેક્સ કરતા નથી સેક્સથી દૂર રહેવા કરતા સારુ થશે કે તમે તેનાથી જોડાયેલી સમસ્યાઓ અંગે જાણીને તેનું સમાધાન કરો.
પુરૂષો માટે આ ભયાનક શબ્દ છે. જે પુરૂષોમાં સ્તંભન દોષ હોય છે તે સેક્સ માટે ઉત્તેજિત થઇ શકતા નથી 50 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા પુરૂષોને પણ આ પ્રકારનો ડર રહે છે. તમને જણાવી દઇએ કે 50 વર્ષની ઉંમરથી સેક્સમા યોગ્ય હોય છે. જો યુવાવસ્થામાં તમારી સેક્સ લાઇફ સારી રહી છે તો તમે આ ઉંમરમાં પણ મજા માણી શકો છો.
પુરૂષોને શીધ્રપતનની સમસ્યા પણ હોય શકે છે. જેનો ઇલાજ સંભવ છે. શોધ અનુસાર 18-49 વર્ષની ઉંમરની વચ્ચે પુરૂષોએ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત શીધ્રપતન જરૂર હોય છે. 50 વર્ષની ઉંમરમાં પણ આ દરમાં કોઇ બદલાવ આવતો નથી.
રજોનિવૃત્તિ થયા બાદ મહિલાઓમાં એસ્ટ્રોજન બનવાનું બંધ થઇ જાય છે. જેનાથી તેમની યોનિ સૂકાઇ જાય છે. યોનિની ડ્રાયનેસના કારણથી મહિલાઓ સેક્સથી દૂર રહે છે. યોનિમાં સૂકાપન છે તેના માટે લુબ્રિકેન્ટ કે અન્ય વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
કેટલીક મહિલાઓમાં મેનોપોઝ બાદ સેક્સની ઇચ્છા ઘણી હદ સુધી ઓછી થઇ જાય છે એટલું જ નહી તે સેક્સની દુરી બનાવી લે છે. પરંતુ તેનાથી વિપરિત કેટલીક મહિલાઓ એવી પણ છે કે જેણે મેનોપોઝ દરમિયાન પૂરો લુત્ફ ઉઠાવ્યો છે. આ દરમિયાન તેમનામાં સેક્સ પ્રતિ ઇચ્છા પહેલાની તુલનામાં વધી છે.