આઠ નપાસ છોકરાએ ઉભી કરી દીધી ૨ હજાર કરોડની કંપની, મુકેશ અંબાણી પણ છે ઘરાક.. જાણો

કહેવાય છે કે જયારે માણસ દિલથી કઈ કરવાનું નક્કી કરી લે તો તેને સફળ થતા કોઈ પણ તાકાત રોકી ના શકે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિ વિશે જણાવીશું. જેણે પોતાના શોખને જ પોતાનું લક્ષ્ય બનાવી દીધું અને તેણે પૂરું કરવા માટે પોતાની જિંદગી રેડી દીધી અને આજે તેનું પરિણામ તે આવ્યું કે આજે સમગ્ર દુનિયા તેની સફળતાને સલામ કરે છે.
તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ એ ત્રિશનીત અરોડાની કે જે આઠમું ધોરણ ફેઈલ હોવા છતાં હિમ્મત ના હાર્યો અને આજે કરોડોનો માલિક બની ચુક્યો છે. ત્રીનીષિતનો જન્મ ૨ નવેમ્બર ૧૯૯૩ ના દિવસે લુધિયાણા (પંજાબ) માં થયો હતો. મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલ ત્રીશનીત અરોડાનું બાળપણથી જ ભણવામાં મન નહોતું.
તેને કોમ્પ્યુટરમાં એટલો રસ હતો કે બધો જ સમય તેમાં જતો રહેતો હતો અને બાકીના વિષયો પર તે ધ્યાન નહોતો આપી શકતો. પોતાના કોમ્પ્યુટર પ્રત્યેના આકર્ષણને કારણે અને વિષયોમાં ફેઈલ થવા પર, મમ્મી – પપ્પાનો પણ ઘણો ઠપકો મળ્યો. મિત્રો અને પરીવારના લોકોએ પણ મજાક ઉડાડ્યું પરંતુ તેમણે હિમ્મત ના હારી.
ફેઈલ થયા બાદ રેગ્યુલર ભણવાનું છોડીને તેમણે પોતાનું સમગ્ર ધ્યાન કોમ્પ્યુટર પર લગાવ્યું અને તેની સાથે સાથે તે કોમ્પ્યુટર અને હેકિંગના ક્ષેત્રથી ઊંડાણથી જોડાતા ગયા પરંતુ તેના માતા પિતાને આ સહેજપણ પસંદ નહોતું. છતાં ત્રીશનીત કોમ્પ્યુટરના પોતાના શોખને જ કેરિયર બનાવવાનું નક્કી કરી ચુક્યા હતા.
તેને બાળપણથી જ કોમ્પ્યુટરમાં ઊંડો રસ હતો. જેના કારણે પોતાના ભણતર પર ધ્યાન ના આપી શક્યો અને આઠમાંની પરીક્ષામાં બે પેપર નહી આપવાના કારણે પરીક્ષામાં નપાસ થઇ ગયો. પરંતુ તેણે પોતાના પરિશ્રમથી એ કરી બતાવ્યું જે ઘણા ઓછા લોકો જ વિચારી શકે છે. ત્યારે તો માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં પોતાના આઈડિયાને એક સફળ બીઝનેસમાં બદલી નાખ્યો.
આજે ત્રીશનીત કરોડપતિ બની ચુક્યો છે અને તેના ક્લાયન્ટ મુકેશ અંબાણીથી લઈને દેશ વિદેશની ઘણી મોટી કંપનીઓ છે. ૧૯ વર્ષની ઉંમર સુધી ત્રીશનીત અરોડાએ કોમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લીનીંગ કરવાનું શીખી લીધું હતું. ત્રીશનીતને પોતાના પહેલા પ્રોજેક્ટની અમાઉન્ટ ૬૦ હજાર રૂપિયા મળી હતી જેની પછી તેણે તે પૈસા જોડીને પોતાની એક તી.એ.સી. સિક્યોરીટી સોલ્યુશન નામની કંપની શરુ કરી.
જોતજોતામાં તેની કંપની એ ક્ષેત્રમાં દેશની ટોચની કંપનીઓમાં ગણાવા લાગી અને તે એક સફળ કરોડપતિ યુવાન બની ગયો. હવે રિલાયન્સ, CBI, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, અમુલ અને એવન સાઇકલ જેવી કંપનીઓને સાયબર સાથે જોડાયેલી સર્વિસ આપે છે. તેણે કેટલીક પુસ્તક જેવી કે હેકિંગ ટોક વિથ ત્રીશનીત અરોડા, ‘ધિ હેકિંગ એરા’ અને હેકિંગ વિથ સ્માર્ટ ફોન્સ લખી છે.
દુબઈ અને યુકેમાં તેમની કંપનીની ઓફીસ છે. લગભગ ૪૦ ટકા ક્લાયન્ટ આ ઓફિસથી જ ડીલ કરે છે. દુનિયાભરમાં ૫૦ ફોર્ચ્યુન અને ૫૦૦ કંપનીઓ ક્લાયન્ટ છે. તેણે ઉત્તર ભારતની પ્રથમ સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનું સેટપ કર્યું. તેમનું કહેવું છે કે શોખની આગળ દરેક વસ્તુ નાની છે અને સફળતા ત્યાં જ છે જ્યાં પોતાને કામ પ્રત્યે લગાવ હોય.
જો કે આ નિષ્ફળતાઓથી ક્યારેય નિરાશ થવાને બદલે તે જ આગળ વધવાનો રસ્તો બતાવે છે અને પોતાને મજબુત પક્ષની સારી ખબર પડે છે. આટલી નાની ઉંમરમાં સફળતાના ઝંડા રોપીને તેમણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સફળતા ઉંમર નહીં પરિશ્રમ તેમજ લક્ષ્ય પ્રત્યે ધગશ જોવે છે. જો તમને આ સફળતાની વાત પસંદ પડી હોય તો શેર જરૂરથી કરજો.