આમિર ખાનની દીકરીએ એવી તસવીર શૅર કરી કે લોકોએ બૉયફ્રેન્ડને આડે હાથ લીધો, જુઓ શું કહ્યું

Posted by

Table of Contents

આઇરાએ શૅર કરી તસવીર

આમિર ખાનની દીકરી આયરા ખાને સોશ્યલ મિડીયા પર કેટલીક તસવીરો શૅર કરી છે. આયરાની સાથે તેનો બોયફ્રેન્ડ નૂપુર શિકરે પણ છે. બંને એક બીજા સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યાં છે. તેણે આયરાને પકડી રાખી છે અને મસ્તી કરતા નજરે આવી રહ્યાં છે.

બોયફ્રેન્ડને કહ્યો ડ્રામેબાઝ

આયરાએ તસવીર શૅર કરતા લખ્યું કે, આ કેટલો ડ્રામેબાઝ છે. આયરાના મિત્રોએ તેના પર કોમેન્ટ કરી છે. આયરાએ નુપુર સાથે પોતાના સંબંધોને વેલેન્ટાઇન્સ ડે પર પબ્લિક કર્યો હતો. તેણે પ્રોમિસ ડે પર લખ્યું હતુ કે, તારી સાથે પ્રોમિસ કરવું મારા માટે ગર્વની વાત છે. તું મારો વેલેન્ટાઇન છે. તે બાદ વેલેન્ટાઇન્સ ડેના દિવસે પણ નૂપુર સાથે તસવીરો શૅર કરી હતી.

આઇરા સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની લવ લાઇફને પણ ખુલ્લેઆમ જાહેર કરે છે. તેણે વેલેન્ટાઇન ડે પર જ પિતાના ફીટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે રિલેશનશીપની જાણકારી ફેન્સને આપી હતી. હવે એવુ લાગે છે કે નૂપુર સાથે આઇરા લગ્નના બંધનમાં લોક થવા તૈયાર છે.

આઇરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે એક તસવીર શૅર કરી છે જેને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરી છે તેમાં નુપુર ખુબ ફની ફેસ બનાવી રહ્યો છે અને આઇરા તેને જોઇ રહી છે. આ તસવીરમાં તેણે લખ્યું છે કે લોકડાઉન માટે તૈયાર સાથે એક હાર્ટનુ ઇમોજી પણ શૅર કર્યુ છે.

પોતાના પિતાની જેમ આઇરાને એક્ટિંગમાં રસ નથી. તેણે 2019માં એક નાટકને ડાયરેક્ટ કર્યુ હુ. જેમાં હેઝલ કીચ ટાઇટિલરની ભૂમિકામાં હતી.

આઇરાએ પોતાના પિતાની સલાહ માનીને હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યુ હતુ કે તેના માટે નાટક મહત્વના છે અને તે ફિલ્મો નહી પરંતુ નાટક ડિરેક્ટ કરવા માંગે છે. તેના સિવાયની કોઇ ભાવના મનમાં રાખવા નથી માંગતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *