આમિર ખાન અને કિરણ રાવે લગ્નનાં 15 વર્ષ પછી સહમતીથી અલગ થવાની જાહેરાત કરી છે. બોલિવુડનાં મીસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાની એક્ટિંગથી દરેકનાં દિલ જીતી લે છે. બોલિવૂડમાં દર વર્ષે હજારો ફિલ્મો રિલીઝ થાય છે, આમાં જરૂરી નથી કે દરેક જણ આ ફિલ્મો જોવે પરંતુ આમિર ખાનની વર્ષમાં માત્ર એક જ ફિલ્મ લઇને આવે છે અને બીજી દરેક ફિલ્મને પાછળ છોડી દે છે. પોતાનાં કામને હંમેશા પરફેક્ટ કરવાની ભાવના રાખવાવાળો આમિર ખાન એટલે જ મીસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે.
આમિર ખાન એક એક્ટરની સાથે પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને લેખક પણ છે.
આમિરખાન પોતાનાં કામનાં લીધે કેટલાય એવોર્ડ જીતી ચુક્યા છે, તેમણે 4 નેશનલ એવોર્ડ જીત્યા છે, સાથે સાથે તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમિર ખાન પાસે કરોડોની સંપત્તિ છે,જેના વિશે જાણી, તમે પણ ચોંકી જશો.
caknowledge.comનાં રીપોર્ટ અનુસાર આમિર ખાનની નેટવર્થ આશરે 1532 કરોડ છે, તે એક્ટરની સાથે પ્રોડ્યુસર હોવાથી ફિલ્મનાં નફાની સાથે એક્ટર તરીકેની ફી પણ મેળવે છે. તે દરેક બ્રાંન્ડની જાહેરાત માટે આશરે 10-12 કરોડની ફી લેતો હોય છે. આમિર એક ફિલ્મનો 85 કરોડ ચાર્જ લે છે. આમિર ખાન ચેરિટી કરવામાં પણ કદી પાછળ નથી પડતો, તે ખૂબ સોશિયલ વર્ક કરે છે.
આમિરખાનનું ઘર
આમિર ખાનનું મુંબઇમાં એક આલિશાન ઘર છે, આ ઘર તેણે 2009માં ખરીદ્યુ હતું. આ ઘરની હાલની કિંમત 18 કરોડ છે, આના સિવાય પણ તેની પાસે દેશમાં ઘણી જગ્યાએ મિલ્કત છે.
કારનાં બહુ મોટા શોખિન છે આમિર ખાન
આમિર ખાનને મોંઘી ગાડીઓનો શોખ છે, તેમના પાસે 9 ગાડીઓ છે અને તેની કિંમત આશરે 15 કરોડ છે. તેમના પાસે મર્સીડીઝ બેંન્ઝ, ફોર્ડ સાથે ઘણી કંપનીઓની ગાડીઓ છે.
આમિર ખાનની સુપરહિટ ફિલ્મો
આમિર ખાન બોલિવુડનાં સુપરસ્ટાર છે,તેમની સુપરહિટ ફિલ્મોમાં તારે જમીન પર, દંગલ, 3 ઈડિયટ્સ, લગાન, પીપલી લાઇવનો સમાવેશ થાય છે.આમિર ખાનની ફિલ્મ દંગલે 2000 કરોડ કમાણી કરી છે.
આમિર ખાનને ફિલ્મ કયામત સે કયામત તકથી બોલિવુડમાં એક અલગ ઓળખાણ મળી, તેમની આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ, આ ફિલ્મમાં તેમની સાથે જૂહી ચાવલા લીડ રોલમાં હતી, આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.