તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં મળી આવે છે. તુલસીનો છોડ બુધનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ માનવામાં આવે છે. કેટલાય ઘરમાં તુલસીની પૂજા પણ કરવામાં આવે છે પરંતુ જો તુલસી યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે તો તે અશુભ ફળ પણ આપે છે. જાણો, વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ક્યાં ન રાખવો જોઇએ.
નાનું ઘર હોય, બાલ્કની ન હોય અથવા તો સરખો તડકા માટે કેટલાય લોકો તુલસીના છોડને પોતાના છત પર રાખે છે. વાસ્તુ અનુસાર, તુલસીનો છોડ છત પર રાખવાથી દોષ લાગે છે. પોતાની કુંડળીમાં બુધની સ્થિતિ વિશે જાણી લો. જે લોકોના બુધ ધન સાથે સંબંધ રાખે છે અને તે લોકો તુલસીને છત પર રાખે છે તે તેમને આર્થિક હાનિ થવાની શરૂઆત થઇ જાય છે.
આ ઉપરાંત કેટલીક અન્ય બાબતો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે તમારા ઘરની તુલસી છત પર રાખી હોય તો નિશ્ચિત રીતે તમારા ઘરની ઉત્તર દિશામાં કીડીઓ નિકળવાની શરૂ થઇ જશે. ઘરની ઉત્તર દિશામાં ક્યાંકને ક્યાંક તિરાડ પડવાની પણ શરૂ થઇ જશે જે લોકોના ઘરે તુલસીનો છોડ હોય છે ત્યાં ચકલીઓ અથવા કબૂતર પોતાનો માળો બનાવી લે છે. તેને ખરાબ કેતુની નિશાની માનવામાં આવે છે.
જે લોકો ઘરની છત ઉપર તુલસી રાખે છે સામાન્ય રીતે તેમની કુંડણીમાં એક દોષ મળે છે જેને પ્રાકૃત દોષ કહેવાય છે. પ્રકૃતિથી જે ઋણ અથવા દોષ આપણને મળે છે તેને પ્રાકૃત દોષ કહેવાય છે અને તેનું ડાયરેક્ટ કનેક્શન બુધથી હોય છે.જેનો બુધ ખરાબ હોય તેની જાણકારી ઘરની ઉત્તર દિશાથી મળે છે. એવામાં જો ઘરની તુલસીને છત પર રાખવામાં આવે તો બુધની સ્થિતિ વધારે ખરાબ થઇ જાય છે જેની અસર આર્થિક રીતે પડે છે.
બુધ બુદ્ધિની સાથે ધનનો પણ ગ્રહ છે. બુધને વેપારનું સ્વામી માનવામાં આવે છે. એટલા માટે તુલસીના છોડને ક્યારેય પણ છત પર ન રાખવો જોઇએ. તુલસીના છોડને પૂર્વ દિશામાં પણ ન રાખવો જોઇએ. તેને તમે ઉત્તરથી લઇને ઇશાન દિશા સુધી રાખી શકો છો. તુલસીના છોડને પશ્ચિમ દિશા તરફ પણ રાખી શકાય છે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે દક્ષિણ-પશ્ચિમમાં અને દક્ષિણમાં હંમેશા શ્યામ તુલસી રાખવામાં આવે છે. શ્યામા તુલસીમાં પાંદડીઓ ખૂબ જ લીલી અને મોટી હોય છે. તેને તુલસાજી પણ કહેવામાં આવે છે. તુલસાજીને દક્ષિણ દિશામાં રાખવા પર વાસ્તુ દોષ વધારે થાય છે.
જો તમારી પાસે તુલસીજીને છત પર રાખ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી તો એક વિશેષ ઉપાય કરો. તુલસીને ક્યારેય પણ એકલા ન રાખશો. હંમેશા તેને કેળાના છોડની સાથે રાખો. બંને છોડને એકદમ સાથે રાખો અને તેન મૌલીથી બાંધી લો. તેનાથી તમારો વાસ્તુદોષને હાનિ પહોંચશે નહીં.