હનુમાનજી તેમના તમામ ભક્તોના તમામ સંકટો દૂર કરે છે આથી જ હનુમાનજી મહારાજ ને સંકટમોચન કહેવામા આવે છે. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિ અને મંગળ ગ્રહની અશુભતા દૂર થાય છે. આ સાથે જ અનેક પ્રકારની મુશ્કેલીઓથી પણ મુક્તિ મળે છે.
શનિવારના દિવસે હનુમાન ચાલીસા ની વિધિપૂર્વક રીતે હનુમાનજી નો પાઠ કરવાથી અશુભતા દૂર થાય છે અને માન્યતા મુજબ શનિદેવે ભગવાન હનુમાનને વચન આપ્યું છે કે તેઓ તેમના ભક્તોને ખલેલ પહોંચાડશે નહિ. તેથી જ શનિની સાડાસાતી,શનિની ઢેચ્યા અને શનિ ની મહાદશા દરમિયાન હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવતી હોય છે.
હનુમાન ચાલીસા વિશે એવી માન્યતા છે કે, હનુમાન ચાલીસાના પાઠ વિધિ પૂર્વક કરવો જોઈએ તો જ પૂર્ણ રીતે લાભ પ્રાપ્ત થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાની સાચી રીત જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો તો પહેલા સ્નાન કરો અને ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી હનુમાનજીની મૂર્તિ અથવા તસ્વીર ની સામે જ હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ શરૂ કરતા પહેલા હનુમાનજીનું સ્મરણ કરો અને તસ્વીર સામેના ભાગમાં એક કળશમા જળ મૂકો. શનિવારની સવારે અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભક્તોના સંકટો દૂર થાય છે. હનુમાન ચાલીસાના પાઠ સમાપ્ત કર્યા બાદ કળશના પાણી ને પ્રસાદી તરીકે ઘરના દરેક સભ્યો ને લેવું જોઈએ. વળી આ પાણીને ઘરના દરેક ખૂણામા છાંટવું પણ જોઈએ અને આ કાર્ય કરવાથી ઘરની નકારાત્મક શક્તિનો નાશ થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજી નો પાઠ કરવાથી તમારા બધાં દુઃખોનો અંત આવી શકે છે.
હનુમાનજી તેમના તમામ ભક્તોના તમામ સંકટો દૂર કરે છે આથી જ હનુમાનજી મહારાજ ને સંકટમોચન કહેવામા આવે છે. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિ અને મંગળ ગ્રહની અશુભતા દૂર થાય છે. આ સાથે જ અનેક પ્રકારની મુશ્કેલીઓથી પણ મુક્તિ મળે છે.
શનિવારના દિવસે હનુમાન ચાલીસા ની વિધિપૂર્વક રીતે હનુમાનજી નો પાઠ કરવાથી અશુભતા દૂર થાય છે અને માન્યતા મુજબ શનિદેવે ભગવાન હનુમાનને વચન આપ્યું છે કે તેઓ તેમના ભક્તોને ખલેલ પહોંચાડશે નહિ. તેથી જ શનિની સાડાસાતી,શનિની ઢેચ્યા અને શનિ ની મહાદશા દરમિયાન હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવતી હોય છે.
હનુમાન ચાલીસા વિશે એવી માન્યતા છે કે, હનુમાન ચાલીસાના પાઠ વિધિ પૂર્વક કરવો જોઈએ તો જ પૂર્ણ રીતે લાભ પ્રાપ્ત થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાની સાચી રીત જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો તો પહેલા સ્નાન કરો અને ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી હનુમાનજીની મૂર્તિ અથવા તસ્વીર ની સામે જ હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ શરૂ કરતા પહેલા હનુમાનજીનું સ્મરણ કરો અને તસ્વીર સામેના ભાગમાં એક કળશમા જળ મૂકો. શનિવારની સવારે અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભક્તોના સંકટો દૂર થાય છે.
હનુમાન ચાલીસાના પાઠ સમાપ્ત કર્યા બાદ કળશના પાણી ને પ્રસાદી તરીકે ઘરના દરેક સભ્યો ને લેવું જોઈએ. વળી આ પાણીને ઘરના દરેક ખૂણામા છાંટવું પણ જોઈએ અને આ કાર્ય કરવાથી ઘરની નકારાત્મક શક્તિનો નાશ થાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજી નો પાઠ કરવાથી તમારા બધાં દુઃખોનો અંત આવી શકે છે.