આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ, heavy rain, weather forecast,

Posted by

 ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે ગુજરાતના એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દેશભરમાં ચોમાસું જામ્યું છે. દિલ્હી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનું એલર્ટ યથાવત છે. દક્ષિણ દ્વિપકલ્પ ભારત અને ઉત્તર મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી અને ગુજરાતમાં 8 જુલાઈ સુધી વરસાદી રેલમછેલ ચાલુ રહેવાની શક્યતા છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


વલસાડમાં આજે ઓેરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત, નવસારી, છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વડોદરા, સુરત, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, બોટાદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરાકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, તાપી મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

7 જુલાઈએ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ

આ ઉપરાંત શુક્રવાર (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર, આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ

તો હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *