આકાશમાંથી આજે આગ ઝરશે. ગુજરાતમાં આ જગ્યાએ યેલો એલર્ટ

Posted by

હવામાન વિભાગે આજે ચોકાવનારી આગાહી કરી છે. આજે ગરમીનો પારો વધુ ઊંચે ચડવાનો છે. વહેલા ચોમાસાની વાતો વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસુ પાછું ઠેલાઈ શકે છે અને ગરમી હજુ વધી શકે છે. ગુજરાતની જનતા માટે આજનો દિવસ કપરો બની રહેવાનો છે. અમદાવાદમાં આજે હવામાન વિભાગે યલો એલર્ટની જાહેરાત કરી છે. યલો એલર્ટ એટલે કે આજે ગરમીનો પારે ૪૨ ડીગ્રીથી પણ વધી શકે છે. આટલી આગઝરતી ગરમી કોઈ પણ વ્યક્તિને અસ્વસ્થ કરવા માટે પૂરતી છે. આજે બહાર નીકળવું જોખમથી ભરેલું છે. તેથી લોકોને ગરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.

અમદાવાદ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં રાહતના કોઈ એંધાણ દેખાતા નથી. ઉલટાનું ગરમીમાં વધારો થશે અને ઉકળાટ તથા બફારામાં પણ વધારો થવાની શક્યતા છે. હાલમાં વરસાદની શક્યતા નહિવત છે. અરબ સાગર તરફથી આવતા પવનો પોતાની સાથે ભેજ લઈને આવી રહ્યા છે તેથી ગુજરાતના આકાશમાં વાદળો બની રહ્યાં છે, પરંતુ આ વાદળો વરસાદ લાવી શકવાની ક્ષમતા ધરાવતા નથી. આજે ક્યાંક વાદળછાયું અને ઉકળાટભર્યું વાતાવરણ તો ક્યાંક આગ ઝરતી ગરમી જોવા મળશે. આજે લોકોને લૂ લાગવાની શક્યતા છે તેથી જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે.

બુધવારના રોજ ગુજરાતમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરનું તાપમાન સૌથી ગરમ રહ્યું હતું જ્યારે દેવભૂમી દ્વારકા અને દીવમાં સૌથી નીચું તાપમાન જોવા મળ્યું હતું. આજે જિલ્લાવાર માહિતી જોઈએ તો, આજે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રી અને લગુત્તમ તાપમાન ૨૮ ડીગ્રી જેટલું રહેશે. આણંદ અને અમરેલી જિલ્લામાં આજે મહત્તમ ૪૨ ડીગ્રી અને લગુત્તમ ૨૭ ડીગ્રી રહેશે. આ જિલ્લાઓના વાતાવરણમાં આજે ભેજનું પ્રમાણ ૫૩% જોવા મળશે.

બોટાદ જિલ્લામાં આજે આગ ઝરતી ગરમી વરસશે અને ગરમીનો પારો ૪૨ ડીગ્રીથી પણ વધી શકે છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં પણ આજે ગરમીનો પારો અનુક્રમે ૪૧ ડીગ્રી અને ૪૦ ડીગ્રી સુધી પહોચી શકે છે. સુરત જિલ્લાની વાત કરીએ તો આજે સુરતમાં ગરમી ૩૮ ડીગ્રી રહેશે જે બાકીના જિલ્લાની સરખામણીએ ઓછી છે. મહિસાગરમાં ૩૯ ડીગ્રી, મહેસાણામાં ૩૮ ડીગ્રી, મોરબી અને નર્મદામાં ૪૧ ડીગ્રી, જુનાગઢમાં ૪૦ ડીગ્રી, અરવલ્લીમાં ૪૦ ડીગ્રી, બનાસકાંઠામાં ૩૯ ડીગ્રી, ભાવનગરમાં ૩૮ ડીગ્રી જેવું તાપમાન રહેશે.

ડાંગ જિલ્લાની વાત કરીએ તો આજે ત્યાં મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી, દેવભૂમી દ્વારકામાં ૩૭ ડીગ્રી, જામનગરમાં ૩૫ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૫ ડીગ્રી તાપમાન રહેશે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો ત્યાં આજનું સરેરાશ તાપમાન ૪૦ ડીગ્રી, ખેડામાં ૪૧ ડીગ્રી, પાટણમાં ૪૧ ડીગ્રી, પોરબંદરમાં ૪૦ ડીગ્રી, સાબરકાંઠામાં ૪૨ ડીગ્રી, વલસાડમાં ૪૧ ડીગ્રી જેટલું તાપમાન નોંધાવાની શક્યતા છે. આજે ગરમીનો પારો ખૂબ વધી શકે તેમ હોવાથી હવામાન વિભાગે જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *