આ વ્યક્તિની સ્ટાઈલના આનંદ મહિન્દ્રા પણ થયા દિવાના, જાણો કોણ છે આ વ્યક્તિ?

આ વ્યક્તિની સ્ટાઈલના આનંદ મહિન્દ્રા પણ થયા દિવાના, જાણો કોણ છે આ વ્યક્તિ?

જો તમે પણ સ્ટ્રીટ ફૂડના દિવાના છો તો તમે જોયુ હશે કે ઘણા બધા દુકાનદારો અલગ અલગ રીતે પોતાના ગ્રાહકોને ફૂડ સર્વ કરે છે. એવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ઢોંસા વાળાને જોઈને લોકો ચોંકી રહ્યા છે. સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ બની ગયુ છે કે જે રાતો રાત કોઈને પણ સ્ટાર બનાવી શકે છે. તેવામાં હવે આ ઢોંસા વાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જે સ્ટાઈલમાં ઢોંસાને સર્વ કરી રહ્યો છે તે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

આજકાલ તમામ લોકો કઈંક અલગ કરવા માંગે છે, જેનાથી તેઓ ચર્ચાનો વિષય બને આમાં શાકભાજી વેચતા લોકોથી લઈને તેને બનાવનાર લોકો પણ સામેલ છે. એટલે જ તો આ વ્યક્તિ જે રીતે ઢોંસા વેચી રહ્યો છે, તેને જોઈને લોકો ચોંકી રહ્યા છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આ વ્યક્તિ રસ્તાના કિનારે ઉભો રહીને ઢોંસા બનાવી રહ્યો છે અને તેને ઝડપથી સ્લાઈડ કરીને લોકોને પિરસી રહ્યો છે તો સૌથી પહેલા તમે આ વીડિયો જુઓ.

આ વીડિયોને મહિન્દ્રા ગ્રૃપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વ્યક્તિ જે પરફેક્શન સાથે ઢોંસાને સ્લાઈડ કરતો જોવા મળી રહ્યો છે એટલી જ ઝડપથી તેનો સાથી પ્લેટ પકડી પણ રહ્યો છે. ખાવાનો એક ટુકડો પણ પ્લેટમાંથી બહાર નથી પડી રહ્યો. લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો ફક્ત આ વીડિયોને શેયર જ નથી કરી રહ્યા, પરંતુ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

લોકોને ઢોંસા વાળાની સ્ટાઈલ ખૂબ પસંદ આવી રહી છે. જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશે આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં કોઈ જાણકારી નથી આપી. પરંતુ કોમેન્ટમાં ઘણા લોકોએ જણાવ્યુ કે આ વ્યક્તિ મુંબઈના દાદર વિસ્તારમાં પોતાનો સ્ટોલ ચલાવે છે. તમને જણાવી દઇએ કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને આવા મજેદાર વીડિયોને શેયર કરતા રહે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.