આ વાત થી નારાજ યુધિષ્ઠિરે મહિલાઓને એક શ્રાપ આપ્યો હતો, જાણો શું?

Posted by

કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન રાત્રિના સમયમાં પાંડવોની કોઈના રડવાનો અવાજ આવ્યો જ્યારે તેમની પાસે જઈને જોયું ત્યારે તેમની માતા કુંતી કર્ણ ને ભેટીને વિલાપ કરતી હતી. આ જોઈ બધા આશ્ચર્ય થઇ રહ્યા અને દુશ્મન ના મૃત્યુ પર રડવાનું કારણ પૂછ્યું. પાંડવ પુત્રોમાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા કારણ કે તે ધર્મના માર્ગ ઉપર ચાલતા હતા તેથી તેમને ધર્મરાજ યુધિષ્ઠિર કહેવામાં આવતા પરંતુ એક વખત ગુસ્સે થઈને યુધિષ્ઠિરે મહિલાઓને એક શ્રાપ આપ્યો જે આજે પણ યથાવત છે આ શ્રાપ નો સંબંધ તેમની માતા કુંતી સાથે જોડાયેલો છે ચાલો જણાવીએ મહાભારતની સંપૂર્ણ વાત.

કુંતીના પુત્ર હતા કર્ણ

સૂર્યપુત્ર કર્ણ કુંતી થી જન્મ્યા હતા તે વાત માત્ર કૃષ્ણ ને ખબર હતી કુંતીને કરણ વરદાન સ્વરૂપ પ્રાપ્ત થયા હતા તે સમયે તે કુંવારી હતી અને તેણે લોકલાજ ના લીધે તેમને નદીમાં મૂકી દીધા હતા ત્યારબાદ કર્ણ ને ભીશ્મ ના સારથી અધિરથ અને તેમની પત્ની રાધા એ ઉછેર્યા તમને તે નદીમાંથી મળ્યા હતા ત્યારબાદ કુંતીના લગ્ન હસ્તિનાપુરના રાજા પાંડુ સાથે થયા જેનાથી તેમના પાંચ પુત્રો થયા જે પાંડવો કેહવાયા.

જ્યારે કુંતીએ પાંડવોને કર્ણનું સત્ય કહ્યું

એવું કહેવામાં આવે છે કે કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન, પાંડવોએ રાતના સમયે કોઈના રડવાનો અવાજ સાંભળ્યો હતો.જ્યારે તેઓ નજીક ગયા અને તેમની માતાને જોયા, ત્યારે કુંતી કર્ણ સાથે ભેટી વિલાપ કરતી હતી, તે બધા આશ્ચર્યચકિત થયા અને દુશ્મનના મોત પર રડવાનું કારણ પૂછ્યું. ત્યારે કુંતીએ કર્ણથી સંબંધિત સંપૂર્ણ સત્ય પાંડવોને કહ્યું. આ સાંભળીને યુધિષ્ઠિર ખૂબ ગુસ્સે થયા. એવું કહેવામાં આવે છે કે ત્યારે ધર્મરાજે ગુસ્સે થઈને શાપ આપ્યો કે કોઈ પણ સ્ત્રી ક્યારેય પણ તેના પેટમાં કોઇપણ વાત રાખી શકશે નહીં. આ કારણોસર એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ તેમના પેટમાં કંઈપણ છુપાવી શકતી નથી.

મહાભારત યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો

જોકે આ યુદ્ધમાં કૌરવોની સેના વધુ શક્તિશાળી હતી, પરંતુ એવું કહેવામાં આવે છે કે જ્યાં ધર્મ અને સત્ય છે ત્યાં વિજય તેની જ છે અને અહીં આ બંને બાબતો પાંડવો પાસે હતી. તેથી, અંતે વિજય પાંડવોનો પણ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *