જ્યારે કોઈ ખુશીનું વાતાવરણ હોય છે અથવાતો લગ્ન નો માહોલ હોય છે તો આપણે તેના માટે કોઈન કોઈ ઉપહાર જરૂર લઈ જઈએ છીએ.ઉપહાર એક એવો શબ્દ છે કે જેને સાંભળવા માત્ર થી મન માં ખુશી દોડવા લાગે છે.કોઈપણ ઉંમર નો હોય ગરીબ હોય કે પછી અમીર હોય પ્રેમ થી તેને કોઈપણ વસ્તુ આપો તો તેને ખુબજ પ્રસન્નતા થાય છે.
ઉપહાર માં દીધેલી વસ્તુ એ વ્યક્તિ માટે યાદગાર સાબિત થાય છે.તે તેની આ યાદ ને ખુબજ સંભાળી ને રાખે છે.પણ કોઈક એવી વસ્તુઓ પણ હોય છે જે મળે તો તેને ક્યારેય અવગણવી અથવા તેની ના ન પાડવી જોઈએ.જો આ વસ્તુઓ ની ના પાડવામાં આવે તો ખુબજ ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી એવી વસ્તુઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જો એ વસ્તુઓ તમને મળે તો તેને તરતજ લઈ લેવી જોઈએ.
ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ
તમને જો શુદ્ધ રત્નો જેવાકે પોખરાજ,પન્ના હીરા અને નીલમ મળે તો તેને તરતજ લઈ લેવા જોઈએ કારણ કે તે બહુમૂલ્ય રત્નો ની શ્રેણી માં આવે છે તે ખુબજ કિંમતી હોય છે.એટલા માટે તમે આ વસ્તુઓ ને ના ન પાડો. વિદ્યા એક એવી વસ્તુ છે જે ખુબજ અણમોલ માનવામાં આવે છે અને જ્ઞાન એક એવું માધ્યમ છે જે જેટલું વહેંચવામાં આવે એટલું વધે છે.એટલા માટે તમને જ્યાં પણ જ્ઞાન મળે ત્યાંથી તેને લઈ લો.એવું કહેવામાં આવે છે કે જ્ઞાન ભટકેલા મનુષ્ય ને જીવન ની નવી રાહ દેખાડે છે.
જ્યાં પણ તમને ધર્મ ની શિક્ષા મળે ત્યાં તેને અવશ્ય લઈ લો ધર્મ એ કર્મ પ્રધાન છે જે વ્યક્તિ ધર્મ ના માર્ગ પર ચાલે છે એ તેના જીવન માં ક્યારેય પાછો પડતો નથી.મનુષ્ય ને હંમેશા પવિત્રતા ની ખોજ કરવી જોઈએ પવિત્રતા ખાલી શરીર ની પવિત્રતા નથી હોતી પવિત્રતા નો મતલબ માણસ ના આચાર વિચાર અને જીવન ના બધાજ ઉપાયો સાથે જોડાયેલો હોય છે.
જે માણસ ની અંદર અથવા તેના વ્યવહાર અને ચરિત્ર માં પવિત્રતા નથી હોતી એ માણસ તેની જિંદગી માં ક્યારેય સફળ થતો નથી.આ બધાજ કારણો ના કારણે મનુષ્ય એ હંમેશા પવિત્રતા ની ખોજ કરવી પડે છે અને જો તમને પવિત્રતા મળી જાય તો પછી વગર વિચાર્યે તેને લઈ લેવી જોઈએ
જો કોઈ સત્સંગમાં કોઈ ઉપદેશ આપવામાં આવે અથવા તમને કોઈ જ્ઞાન મળે તો તમારે હંમેશા તેને યાદ રાખવું જોઈએ, ક્યારેય ભૂલી ન જાવ કારણ કે આ જ્ઞાન આપણા જીવનમાં ખૂબ કામમાં આવે છે, આપણી દિશા નિર્ધારિત કરે છે તે આપણને રહેવાની યોગ્ય રીત આપે છે. જો તમે કોઈ પણ મહાત્મા પુરુષ અથવા સત્સંગમાં કોઈનો પ્રચાર સાંભળી રહ્યા હો, તો તમારે તેને તરત જ લઈ લેવું અને તેને તમારા જીવનમાંથી બહાર ક્યારેય ન કાઢવું જોઈએ.
જો તમને શીખવા માટે કલા મળી રહી છે, તો પછી તમે તે કલા તરત જ જાણી શકો છો કારણ કે કોઈ પણ વય કે ધર્મ કોઈપણ કલા શીખવા માટે ઉચિત જોવામાં આવે છે. કલા બનાવવાનું શીખવું એ આપણી ઇચ્છા પ્રમાણે હોવું જોઈએ, આપણે કંઈપણ મેળવી શકીએ છીએ જો આપણે આ કલા શીખીએ, તો પછી આ કલા દ્વારા આપણા આગામી સમયમાં, આપણે આપણા જીવનમાં પ્રગતિ મેળવી શકીએ છીએ.
મનુષ્ય ને ક્યારેય સ્ત્રી ની સુંદરતા પર ન જવું જોઈએ.સ્ત્રી ની સુંદરતા ની સાથે સાથે તેના ગુણ અને ચરિત્ર માં પણ ધ્યાન દેવું જોઈએ.જે સ્ત્રી નું ચરિત્ર સાફ હોય છે એજ સ્ત્રી પરિવાર માટે જિંદગી જીવે છે.તેજ સ્ત્રી સૌભાગ્યશાળી બને છે.એટલા માટે તમને કોઈપણ સુંદર સ્ત્રી મળે પણ વગર વિચાર્યે કઈ ના કરો.